દિલ્હી આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા લાવવામાં આવેલી નવી આબકારી નીતિ સતત વિવાદોના ઘેરામાં છે જ્યારે આમ આદમી પાર્ટી પોતાની શ્રેષ્ઠ નીતિ જણાવી રહી છે, જ્યારે ભાજપ નાં નેતાઓ તેના પર કૌભાંડનો આરોપ લગાવી ખૂબ વિરોધ કરી રહી છે. એવામાં દિલ્હી નાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ એવો દાવો કર્યો છે કે તેમને ભાજપ તરફથી પાર્ટીમાં સામેલ થવાનું આમંત્રણ મળ્યું છે. આમ આદમી પાર્ટી સતત આરોપ લગાવી રહી છે કે ભાજપ જ્યાં ભાજપ ની સરકાર નથી તેવા રાજ્યોમાં સરકારો તોડવાની કોશિશ કરી અને પોતાની સરકાર બનાવવાની કોશિશ કરી રહી છે ભાજપે દેશભરમાં વિવિધ રાજ્યોની સરકાર તોડી પાડવા માટે 6300 કરોડ રૂપિયા ખર્ચ્યા છે તેની દેશ વ્યાપી તપાસની માંગણી કરી છે. આ મુદ્દે છેલ્લા બે દિવસથી આમ આદમી પાર્ટી નેતાઓનું એક પ્રતિનિધિ મંડળ CBI ડાયરેક્ટરને મળવા માંગતું હતું પરંતુ હજુ સુધી તેમને સમય આપવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં બુધવારે આમ આદમી પાર્ટી નેતાઓએ CBI હેડક્વાર્ટરની બહાર ધરણા પર બેઠા.