આઝાદીના ૭૫ વરસના ઇતિહાસમાં દેશના વિવિધ રાજયોમાં પોતાની પશુ ઓલાદો સાથે વિચરતું જીવન જીવતા આશરે ૫ કરોડ થી પણ વધુ પરિવારો દેશની વિકાસની યોજનાઓથી અલિપ્ત હતા. દેશની કૃષિ અને પશુપાલન વિકાસની તમામ યોજનાઓ ફક્ત ખેડુતો અને સ્થાયિ પશુપાલન કરતા લોકોને લાભ મળતો હતો, પરંતુ વિચરતું જીવન જીવતા માલધારીઓ માટે કોઇ પણ યોજના બનાવવામાં આવી ન હતી કે કોઇ પણ યોજનામાં પાસ્ટોરાલીસ્ટ (માલધારી) નામનો કોઇ ઉલેજ કરવામાં આવતો ન હતો. પરંતુ હવે ભારત સરકારના પશુપાલન, ડેરી અને મત્સયપાલન મંત્રાલય દ્રારા દેશના ૫ કરોડ વિચરતા માલધારી પરીવારોને કૃષિ પશુપાલનની વિવિધ યોજનાઓ લાગુ કરવા માટે એક ખાસ આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને માલધારીઓ માટે વિશેષ યોજનાઓ લાગુ કરવામાં આવી છે. દેશના માલધારીઓ સાથે કામ કરતી વિવિધ સંસ્થાઓ, નેટવર્ક જેવાકે લાઇફ નેટવર્ક, રેઇનફેડ લાઇવસ્ટોક નેટવર્ક, આર.આર. એ નેટવર્ક, સાથે સાથે કચ્છની સહજીવન સેન્ટર ફોર પાસ્ટોરાલીઝમ સંસ્થા દ્રારા છેલા ૧૦ વરસથી કેન્દ્ર સરકાર સાથે સતત વાટાઘાટો, પરામર્શ અને હિમાયતના અંતે છેવટે ભારત સરકાર દ્રારા આ ઐતિહાસીક નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર સાથે સંવાદ અને વાર્તાલાપ કરવા માટે કચ્છના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ, પશુપાલન મંત્રાલય સાથે સંક્લન માટે સતત સહયોગ આપ્યો હતો. જેથી દેશના ૫ કરોડ માલધારી પરીવારોને હવે જે લાભ મળશે તેમાં કચ્છનું પણ અગત્યનું યોગદાન ગણી શકાય.

૨૩ ઓગષ્ટ ૨૦રર ના રોજ ભારત સરકારના મત્સયપાલન, ડેરી અને પશુપાલન મંત્રાલય દ્વારા આ અંગેનો ખાસ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જે મુજબ દેશની પર્વતમાન પશુપાલન યોજનાઓ માં ધૂમંતુ માલધારીઓ માટે ખાસ જોગવાઇ કરવામાં આવી છે. જે નેશનલ લાઇવસ્ટોક મિશન યોજનામાં સમગ્ર દેશમાં જ્યાં જયાં ઘૂમંતુ માલધારીઓ છે, ત્યાં માલધારીઓ કે તેમના બ્રિડર્સ એસોસીએશન, સહકારી મંડળીઓ વગેરેને તેમની ક્ષમતા વર્ધન, તાલીમ, એકસપોઝર માટે કેન્દ્ર સરકાર દ્રારા પૂર્ણ નાણાકીય સહયોગ કરવામાં આવશે. ઘૂમંતુ માલધારીઓના પશુઓને હવે વિમા યોજના હેઠળ સાંકળી લેવામાં આવ્યા છે, જેમાં કેન્દ્ર સરકાર, રાજય સરકારના સહયોગથી પશુઓનો વિમો લઇ શકાશે, જેમાં માલધારીનો ફાળો પણ હશે. પશુઓના ઘાસ-ચારા, પશુ આહાર માટે ખાસ ઇનોવેટીવ કાર્યક્રમો શરૂ કરવા માટે કેન્દ્ર સરકારના ૧૦૦ ટકા નાણાકીય સહયોગ આપવામાં આવશે. નેશનલ લાઇવ સ્ટોક મિશન હેઠળ કેન્દ્ર સરકારના ૫૦ ટકા નાણાકીય થી ઘેંટા-બકરા, મરઘા જેવા પશુઓ માટે પશુ સંવર્ધન કેન્દ્ર સ્થાપવા નાણાકીય સહયોગ આપવામાં આવશે.

રાષ્ટ્રીય ગોકુલ મિશન યોજના હેઠળ જાગૃતિ કાર્યક્રમો, સાહિત્ય, પશુ મેળાઓ, દુધ અને પશુ હરીકાઓ, વર્કશોપ, સેમિનાર યોજવા માટે કેન્દ્ર સરકારના ૧૦૦ ટકા નાણાકીય સહયોગ માલધારીઓ ને આપવાની જોગવાઇ કરવામાં આવી છે. રાષ્ટ્રીય પશુ સ્વાસ્થય યોજના હેઠળ મોબાઇલ વેટરનરી સર્વીસની જોગવાઇ કરવામાં આવી છે, જે મુજબ વિચરતા માલધારીઓને તેમની એકથી બીજી જગ્યાએ સ્થાળાંતર દરમ્યાન સ્થાળાંતરના માર્ગોમાં તેઓ જયાં પણ હશે ત્યાં મોબાઇલ વાહન પહોચી જશે અને તેમાં પશુ સારવાર, પશુ સર્જરીની સુવિધા આપવામાં આવશે, આ મોબાઇલ વાહનમાં એક પશુ ડોક્ટર, એક લાઇવસ્ટોક ઇન્સપેક્ટર, એક સહાયક અને ડ્રાઇવરની જોગવાઇ કરેલ છે. આ ઉપરાંત પશુ આરોગ્ય જાળવણી માટે પશુ રસીકરણ, પશુ સારવારની તાલીમ વિગેરે ઉપલબ્ધ કરાવવામાં આવશે.

આ પરિપત્ર મુજબ ખાસ કરીને ખેડુતો ને જે ક્શિાન ટ્રેડીટ કાર્ડની સુવિધા આપવામાં આવતી હતી, જે હવી વિચરતા માલધારીઓ માટે પણ લાગુ કરવામાં આવી છે, જે મુજબ વિચરતા માલધારીઓ જમીન વિહોણા પશુપાલકો, પોતાના પશુઓની સંખ્યાના આધારે બેન્ક દ્રારા શિાન ટ્રેડીટ કાર્ડ મેળવીને પોતાની જરૂરીયાત મુજબનું ધિરાણ મેળવી શક્શે. આ માટે ૧૫ મી સપ્ટેમબરથી શિાન ક્રેડીટ કાર્ડ માટેની લીડ બેન્કો દ્વારા દેશ વ્યાપિ ઘોરણે ખાસ કેમ્પ અને શિબિરોનું આયોજન કરીને માલધારીઓ 

દ્રારા કિશાન ક્રેડીટ કાર્ડનો લાભ મેળવી શકે તે માટે કાર્યક્રમો હાથ ધરવામાં આવશે, જિલા વહીવટીતંત્ર, પશુપાલન વિભાગ વિગેરે આ ખાસ કેમ્પોમાં માલધારીઓની જાગૃતિ માટે જોડાશે.

ઉલ્લેખનીય છે, કે કેન્દ્ર સરકારમાં ગુજરાત રાજયના શ્રી પરસોતમભાઇ રૂપાલા પશુપાલન, ડેરી અને મત્સયપાલન વિભાગના કેબિનેટ મંત્રી બન્યા ત્યારથી દેશના માલધારીઓ માટે યોજનાઓ લાગુ કરવા તેઓ વિશેષ પ્રયાસો કરી રહયા છે, તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્રારા પશુપાલન માટે એક ખાસ સલાહકાર સમિતીની રચના કરવામાં આવી છે, જેમાં સહજીવનના ડાયરેક્ટર ડો. મનોજ મિશ્રાની એડવાઇઝર તરીકે નિમણુંક કરવામાં આવી છે.

વર્ષ ૨૦૧૬માં સહજીવન સંસ્થા દ્રારા દિલ્હી ખાતે ઘૂમતું માલાધારીઓની પ્રદર્શની યોજવામાં આવી હતી, ત્યારબાદ ૨૦૧૭માં અમદાવાદ ખાતે પણ યોજવામાં આવી હતી, જે પ્રદર્શનીમાં પશુપાલન મંત્રીશ્રીઓ, સચીવો, તેમજ ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ ભાગ લઇ માલધારીયત બાબતની જાણકારી મેળવી હતી, આ પ્રકારના કાર્યક્રમોએ દેશમાં માલધારીઓને યોજનામાં સામેલ કરવાની હિમાયત કરી હતી. ગુજરાત રાજ્યમાં ૨ લાખથી વધુ માલધારી પરીવારો છે, તેમજ કચ્છમાં ૪૭૦૦૦ જેટલા માલધારી પરીવારો છે, માલધારીઓને સરકારની વિવિધ યોજનાઓમાં સમાવિષ્ટ કરવા માટે જહેમત ઉઠાવવા બદલ વિવિધ માલધારી સંગઠનો દ્રારા કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાનો આભાર માનવામાં આવ્યો છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં માલધારીઓને કેન્દ્ર સરકારની આ યોજનાઓ સાથે જોડવા માટે સહજીવન સંસ્થા દ્રારા પશુપાલન વિભાગ સાથે સહયોગ સાધીને વધુમાં વધુ માલધારી પરીવારો, માલધારી સંગઠનો લાભ મેળવી શકે તે માટે જરૂરી પ્રયાસો સહજીવન સંસ્થા દ્રારા કરવામાં આવશે,તેવુ સંસ્થાના પ્રોગ્રામ ડાયરેટર રમેશ ભટ્ટીની યાદીમાં જણાવાયુ છે.