આજરોજ તા. ૨૦/૦૯/૨૦૨૨ મંગળવારનાં સવારે ૯ થી ૧ વાગ્યા સુધી કેમ્પ ખુલ્લો  રહેશે

ભુજ , સોમવાર 
       આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, નિયામકશ્રી આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ દ્વારા આજરોજ તા. ૨૦/૦૯/૨૦૨૨ નાં સવારે ૯=૦૦ થી ૦૧=૦૦ વાગ્યા સુધી આપણું ઘર - વૃધ્ધાશ્રમ, માધાપર ખાતે મેગા નિદાન સારવાર કેમ્પનું આયોજન કરેલ છે.     
        જેમાં  આ મુજબ સારવાર આપવામાં આવશે. બાળકોની આરોગ્ય તપાસ તેમજ કુપોષિત તથા લોહીની ઉણપ ધરાવતા / નબળા બાળકોને ખાસ પ્રકારની રક્તવર્ધક ઔષધ અને રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે.  જન્મ થી ૧૨ વર્ષ સુધીના બાળકોના શારિરીક તથા માનસિક વિકાસ અર્થે અતિ ઉત્તમ (સુવર્ણ યુક્ત ઔષધીના) એવા સુવર્ણ પ્રાશનનાં ટીપાં નિ:શુલ્ક  પીવડાવવામાં આવશે.તમામ પ્રકારના રોગોનું આયુર્વેદ/ હોમિયોપેથી પધ્ધતિથી નિદાન તથા સારવાર મફત કરી આપવામાં આવશે. સીનીયર સીટીઝન કેર માટે સિનિયર સીટીઝનને રોગપ્રતિકારક શક્તિવર્ધક ઔષધ આપવામાં આવશે.શરદી-ખાસી-તાવ-કળતર-સાંધાના દુ:ખાવા માટે રોગ પ્રતિકારક શકિત વર્ધક અમૃતપેય ઉકાળાનું પાન કરાવવામાં આવશે. સ્વાસ્થ્ય જાળવવા તેમજ રોગનુસાર યોગ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. ડાયબીટીસની નિ:શુલ્ક તપાસ કરે આયુર્વેદ/હોમીયોપેથી ઔષધ આપવામાં આવશે તથા આહાર/વિહારની સમજણ આપવામાં આવશે.
       સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ-કચ્છના વૈદ્ય પંચકર્મશ્રી બર્થાબેન પટેલે આ કેમ્પનો વધુ લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો છે.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं