આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીનો ભવ્યાતિભવ્ય રોડ-શો યોજાયો

"વિકાસ, વિશ્વાસ અને પ્રયાસના સંગમ સાથે અભૂતપૂર્વ જનસમર્થન" 

સૌરાષ્ટ્રના ઔદ્યોગિક નગર મોરબી ખાતે વિશાળ જનમેદનીમાં આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીનો ભવ્યાતિભવ્ય રોડ-શો યોજાયો. 

આ રોડ-શોમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, સાંસદ અને પ્રદેશ મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સહિત પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.