ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આ વર્ષ છે ત્યારે કોંગ્રેસ માટે અત્યાર સુધી બીજેપી જટ પડકાર હતી. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટી પણ 182 વિધાનસભાની બેઠકો પર ઝંપલાવી રહી છે અને ગેરન્ટી કાર્ડ તેમજ પ્રચાર જોરસોરથી થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ મોવડી રાહુલ ગાંધી સહીતનાની સીધી નજર આવનારી વિધાનસભાની ચૂંટણી પર છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને એક પછી એક કોંગ્રેસના દિગ્ગજોના પ્રવાસો ગોઠવાય છે ત્યારે પ્રિયંકા ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવશે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર સપ્ટેમ્બર એન્ડમાં તેઓ ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતાઓ છે. આ સમયે ગુજરાતમાં નવરાત્રિ પણ છે ત્યારે વિવિધ કાર્યક્રમોમાં પ્રિયંકા ગાંધી હાજરી આપે તેવી શક્યતાઓ છે.