સિહોર પોલીસ સ્ટેશનમાં આવનારા તહેવારો બાબતે યોજાયેલી શાંતિ સમિતિની બેઠકમાં રાજકીય આગેવાનો અને દરેક સમાજના અગ્રણીઓના સૂચનો સાંભળી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે સૂચના આપી હતી આગામી દિવસોમાં આવનારા તહેવારોને લઈ સિહોર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક આજે રવિવારે સાંજે મળી હતી જેમાં દરેક તહેવારો માં ભાઈચારો રાખી શાંતિપૂર્ણ રીતે તહેવારો પૂર્ણ થાય અભિગમ રાખવા જણાવ્યું હતું. આગામી મહોરમ નિમિતે તાજીયા અને હાલ શ્રાવણ માસ ચાલે છે કોમી ભાઈચારા સાથે આવનારા તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી થાય તેવા હેતુથી સિહોર ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી સિહોર પોલીસ મથકના પી આઈ કે ડી ગોહિલના અધ્યક્ષ સ્થાને આજે રવિવારે સમી સાંજે પોલીસ સ્ટેશન ખાતે અગ્રણીઓની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી આગામી તહેવારોને ધ્યાને લઈને શાંતિ સમિતિ બેઠકમાં હિંદુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી પોલીસ મથક ખાતે મળેલી શાંતિ સમિતિ બેઠકમાં શહેરના હિંદુ અને મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી શહેરની આન બાન શાન જળવાઈ રહે એ મુજબ કોમી એખલાસ અને ભાઈચારાની ભાવના સાથે હિન્દુ મુસ્લીમ સમાજના તહેવાર ઉજવાય તે માટે બને સમાજના અગ્રણીઓએ એકતામાં સૂર પુરાવેલ હતો