સુંદલપુરા ખાતે રહેતે ચાંદનીબેનના લગ્ન 17-1-2020ના રોજ કેનેડા લઈ જવાની શરતે વડોદરા ખાતે રહેતા રોનક કુમાર પંચોલી સાથે થયા હતા. લગ્નજીવનમાં થોડા સમય બાદ પતિ તથા સાસુ રમાબેન, સસરા દિલીપભાઈ, જેઠ કુણાલભાઈ અને જેઠાણી નિશિતાબેન દ્વારા દહેજની માંગણી કરી ત્રાસ ગુજારવાનો ચાલુ કરી દીધો હતો. ત્યારબાદ 23-3-2022ના રોજ પતિ કેનેડા જતો રહ્યો હતો અને સાસુ-સસરા તથા જેેઠ-જેઠાણી દ્વારા તારે પતિ સાથે જવું હોય તો 50 લાખ રૂપિયા પિયરમાંથી લઈ આય તેમ જણાવી ત્રાસ ગુજારતા હતા. 15-4-2022ના રોજ સાસુ-સસરા પણ અમેરિકા જતા રહ્યા હતા. જેથી ચાંદનીબેન પોતાના પિયર આવતી રહી હતી અને તેણીને કેનેડા લઈ જવા કોઈ વ્યવસ્થા ન કરાતા ઉમરેઠ પોલીસ મથકે ફરિયાદ આપતા ગુનો દાખલ કરેલ.