ઉમરેઠ ગાયત્રી પરિવાર દ્વારા સામુહિક પિતૃ તર્પણ શ્રાદ્ધ સંસ્કાર કાર્યક્રમ આજરોજ શહેરના ગાયત્રી મંદિર ખાતે યોજાયો હતો. પરમ પુજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય તથા વંદનીય માતાજીની પ્રેરણાથી શ્રી ગાયત્રી મંદિર ઉમરેઠ દ્વારા સામુહમાં પિતૃઓને શ્રદ્ધા સુમન સમર્પણ માટે પિતૃ તર્પણનું આયોજન રાખવામાં આવેલ હતું. શ્રાધ્ધ તર્પણ વિધિ પ્રાણલાલ સોનીએ કરાવી અને આ કાર્યક્રમમાં ર્ડો કિશનભાઈ દવે, વિષ્ણુભાઈ પંચાલ, અજીત દવે, શાંતિલાલ પટેલ અને ગાયત્રી પરિવારના તમામ પરિવારજનો ઉપસ્થિત રહી ખુબ મહેનત સાથે આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો.