કુંવરખાડી ચેક પોસ્ટ નજીક દારૂ પીને નશો કરેલી હાલતમાં ઝડપાયેલા ફોર વિલ ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

મળતી માહિતી અનુસાર સાગબારા પોલીસ સ્ટાફના માણસો કુંવરખાડી ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગમાં હતા.જે દરમિયાન આ કામના આરોપી સંજયગીરી વિનોદગીરી ગોસ્વામી પોતાના કબજાની મારુતિ સુઝુકી વેગન આર ગાડી નંબર GJ 05 RQ 3119 નંબરની ગાડી ગેરકાયદેસર વગર પાસ પરમીટ નો કેફી પીણું પીને નશો કરેલી હાલતમાં ફોરવિલ ગાડી ચલાવી લાવતા કુંવરખાડી ચેકપોસ્ટ ખાતે સાગબારા પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ઝડપાઇ આવ્યો સાગબારા પોલીસે ફોર વિલ ગાડી ચાલક સંજય ગીરી વિનોદગીરી ગોસ્વામી વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે