કલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા રિક્ષાઓ પાછળ પીએમ નરેન્દ્ર મોદીના ફોટાવાળા હુડ લગાવવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, કલોલમાં ટોટલ 200 જેટલી રિક્ષાઓને આવી રીતે પ્રધાનમંત્રીના ફોટા સાથેના હુડ આગામી સમયમાં લગાવવાનો ટાર્ગેટ છે. જેમાંથી હાલ દરરોજ 25 જેટલી રિક્ષાઓને લગાવામાં આવી રહ્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કલોલમાં રીક્ષા ડ્રાઇવરોમાં પણખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ઘણા મધ્યમ વર્ગના પરિવાર આવા નવા હૂડ માટે આ ખર્ચો કરી શકે તેમ ન હતા હવે મોદીજીની જાહેરાત વાળા મફત હૂડ મળતા તેઓ રાજી થઈ ગયા હતા અને મધ્યમ વર્ગના પરિવારના રિક્ષાડ્રાઇવરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. 

આ કાર્યક્રમમાં કલોલ શહેર ભાજપ સંગઠનના શહેર પ્રમુખ જે.કે.પટેલ તેમજ નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ભુપેન્દ્ર પટેલ તેમજ વોર્ડ નંબર 8ના કાઉન્સિલર જગદીશ પ્રજાપતિ તથા વોર્ડ નંબર 7ના ગાભાજી ઠાકોર પણ પ્રોગ્રામમાં જોડાયા હતા.