પાટણની પી.પી.જી. એકસપેરીમેન્ટલ હાઇસ્કૂલમાં 36 મી નેશનલ રમતોત્સવ અંતર્ગત એકટીવેશન કાર્યક્ર્મ યોજાયો. 

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત પાટણ ની પી.પી.જી. એકસપેરીમેન્ટલ હાઈસ્કૂલ માં 36મી નેશનલ રમતોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે એક્ટીવેશન કાર્યક્રમ 

યોજાઈ ગયો ....

કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે પ્રાથમિક જિલ્લા અધિકારી શ્રી નેહલભાઈ રાવલ , પાટણ નગરપાલિકાના કોર્પોરેટર તથા EC મેમ્બર શ્રી શૈલેશભાઈ પટેલ, સ્વામી વિવેકાનંદ યુવક મંડળ ના દક્ષ વ્યાસ અને કેયુર પ્રજાપતિ તથા શાળાના આચાર્ય શ્રી ધનરાજભાઈ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા ...

આ કાર્યક્રમની શરૂઆત શ્રી ડાહ્યાભાઈ દેસાઈ તથા પ્રાર્થના વૃંદ દ્વારા સુંદર પ્રાર્થના થકી કરવામાં આવેલ. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને વિધિવત રીતે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. શ્રી શૈલેષભાઈ પટેલે શાળા ના ભૂતપૂર્વ વિધાર્થી હોવાના નાતે પોતાના ભૂતકાળના સંસ્મરણો રજૂ કરી રમતનું જીવનમાં મહત્વ વિષય પર વક્તવ્ય આપ્યું હતું . કાર્યક્રમની સંકલ્પના સમજાવતા શ્રી નેહલભાઈ રાવલ પ્રાથમિક જિલ્લા અધિકારી દ્વારા સૌ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. રમતો દ્વારા શારીરિક માનસિક સ્વાસ્થ્ય બરાબર રહે છે, ગુજરાતમાં વિવિધ સ્પોર્ટસ સુવિધા ડીએલએસએસ યોજના , સેન્ટર ઓફ એકસેલેન્સ , શક્તિદુત યોજના , સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી ,ખેલ મહાકુંભ, કોમનવેલ્થ ગેમ્સ અને સ્પોર્ટ્સ એક્સ્પો ની માહિતી આપી ને જીતેગા ઇન્ડિયા, જુડેગા ઇન્ડિયા સૂત્રને સાકાર કરવા આહવાન કર્યું હતું. ત્યારબાદ ફિટ ઇન્ડિયા ઓથ શ્રી ઝૂઝારસંગ સોઢા દ્વારા લેવડાવવામાં આવી હતી...

શાળાના શિક્ષક શ્રી ભરતસિંહ ઠાકોર કનવીનર તથા સહ કનવિનર શ્રી રણજીતભાઈ ચૌધરી તથા શ્રી ચિરાગભાઈ લવલે સમગ્ર કાર્યક્રમ સંકલન કરીને વિવિધ રમતો કબડી ,વોલીબોલ , ચેસ, રસ્સા ખેંચ , સંગીત ખુરશી નું આયોજન કર્યું હતું. જેમાં લગભગ 328 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધેલ . ઉપરોક્ત રમતોમાં વિદ્યાર્થીઓએ મન ભરીને આનંદ માણ્યો હતો.

 આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી ધનરાજભાઈ ઠકકર , સુપર વાઈઝર 

શ્રી ગમનભાઈ, શ્રી હર્ષદભાઈ ડામોર તથા સમગ્ર શાળા પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ નું સફળ સંચાલન ઝેડ.એન.સોઢા એ કર્યું હતું.