ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક બાયોડેટા આપનાર અને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને આજથી કમિટી દ્વારા બોલાવીને ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. 

રાજ્યમાં ચૂંટણી જીતવા માટે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવા કોંગ્રેસ દ્વારા ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો પાસે બાયોડેટા મંગાવ્યો હતો.બાયોડેટા આપનાર અને ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોને આજથી કમિટી દ્વારા બોલાવીને ઇન્ટરવ્યૂ કરવામાં આવશે. તથા ચૂંટણી જીતવા માટે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

ઉમેદવારો સાથે વાતચીત કરવામાં આવશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ત્રણ જિલ્લા વચ્ચે એક કમિટી બનાવવામાં આવી છે.

આ કમિટીમાં પ્રદેશ પ્રમુખ,પૂર્વ પ્રમુખ,વિપક્ષ નેતા,પૂર્વ વિપક્ષ નેતા તથા એક સિનિયર નેતા રહેશે.

કમિટી દ્વારા ચૂંટણી લડવા માટે બાયોડેટા આપેલ તથા ઇચ્છુક ઉમેદવારો સાથે વાતચીત કરવામાં આવશે.એક પ્રકારે ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ પણ કરવામાં આવશે જે બાદ કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણીને લઈને ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે.

પસંદ કરેલ નામ હાઈકમાન્ડને મોકલવામાં આવશે

ઇન્ટરવ્યૂ થયા બાદ ક્યાં ઉમેદવારનો જે તે વિધાનસભા વિસ્તારમાં કેટલો પ્રભાવ છે તથા ક્યાં ઉમેદવાર ચૂંટણી લડી શકે તેમ છે તથા પક્ષને જીત અપાવી શકે છે તે તમામ મુદ્દાક ધ્યાનમાં રાખીને કમિટી દ્વારા કેટલાક નામની પસંદગી કરવામાં આવશે.આ પસંદ કરેલ નામ હાઈ કમાન્ડને મોકલવામાં આવશે અને તેમાંથી હાઈકમાન્ડની મ્હોર લાગતા 2022ની વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કરવામાં આવશે..