ગુજરાત વિધાનસભાની આવી રહેલી ચૂંટણી પૂર્વે કયા પક્ષમાં જોડાવું એ બાબતને લઇને લાંબા સમય સુધી રાજ્યના રાજકારણના ખૂબ ચર્ચામાં રહેલ પાટીદાર અગ્રણી નરેશ પટેલ ફરી ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોની મુલાકાત લેતા ફરી ચર્ચાનો દોર શરૂ થયો છે ગઈકાલે શનિવારે નરેશ પટેલ, અલ્પેશ કથીરિયા, ધાર્મિક માલવીયા સહિતના અગ્રણીઓ સિહોર અને ભાવનગર ખાતેની મુલાકાતે હતા જગ પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યા હતા અને ત્યાર બાદ ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાન રાજુભાઈ સોલંકી સાથે બંધ બારણે બેઠક યોજાઈ હતી જોકે આ મુલાકાતને માત્ર ઔપચારિક શુભેચ્છા મુલાકાત ગણવામાં આવે છે પરંતુ રાજકીય તજજ્ઞો આ મુલાકાતને રાજકીય રીતે જોઈ રહ્યા છે નરેશ પટેલ માત્રમોટાપાટીદાર નેતા નથી, પરંતુ સૌરાષ્ટની ૩પથી વધુ બેઠકો પર તેમની ભૂમિકા નિર્ણાયક રહે છે. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરંતુ ચૂંટણી પહેલા રાજયમાં જો કોઈ સૌથી વધુ ચર્ચામાં હોય તો તે પાટીદાર આગેવાન નરેશ પટેલ હતા જેઓ ગઇકાલે ભાવનગરમાં હતા કોળી સમાજના નેતા રાજુભાઈ સોલંકીની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ વેળાએ અલ્પેશ કથીરિયા ધાર્મિક મલાવીયા દર્પણ ડાખરા હાદિંક દોમડિયા પણ જોડાયા હતા આ મુલાકાત બાદ રાજકીય તજજ્ઞોમાં ફરી ચર્ચાઓનો દોર શરૂ થયો છે નરેશ પટેલની સાથે અલ્પશા કથીરિયા અને ધામિંક મલાવીયા પણ સિંહોર અને ભાવનગર ખાતેની મુલાકાત લીધી, જગ પ્રસિદ્ધ ખોડિયાર મંદિર ખાતે દર્શન કર્યાં, ભાવનગર ખાતે કોળી સમાજના આગેવાન રાજુ સોલંકી સાથે બંધ બારણે બેઠક યોજી