ગુજરાત માલધારી મહાપંચાયત ના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈ એ જણાવ્યું કે માલધારી સમાજના વિવિધ પ્રશ્નો અંગે ગુજરાત સરકાર કોઈ નક્કર પરિણામ લાવી શકી નથી, માલધારીઓ ને ગુજરાન ચલાવવું મુશ્કેલ બનેલ છે, તેમજ નિર્દોષ રાહદારીઓ ને નાના મોટા અકસ્માતો નું ભોગ બનવું પડે છે, ગુજરાત સરકાર ગુજરાત હાઈ કોર્ટમાં ખોટા એફિડેવિટ કરી કોર્ટને ગેર માર્ગે દોરે છે, દિન પ્રતિદિન ગામડાઓ ને શહેરો માં ભેળવી પશુપાલન સાથે સંકળાયેલા પશુપાલકો ને પાયમાલ કરવાનું બિલ ઢોર અંકુશ નિયંત્રણ ગુજરાત વિધાનસભા માં લાવવામાં આવ્યું, આ બિલ પ્રજાના હિત માટે નહીં પરંતુ 8 મહાનગર પાલિકા 156 નગરપાલિકા ની ગૌચરની સરકારી પડતર જમીન માનીતા ઉદ્યોગપતિ ઓ ને હેતુફેર કરીને પધરાવી દેવાનું આ બીલ છે, માલધારીઓ એ આપેલ 11 મુદ્દાઓ નું સરકાર હમણાં સુધી નિરાકરણ લાવી શકી નથી ફક્ત આશ્વાસન અને લોલીપોપ સિવાય સરકારે કશું કર્યું નથી.

21 એ માલધારીઓ ડેરીઓ માં અને ઘરે ઘરે એક દિવસ માટે દૂધ આપવા જાય નહીં તેવી 1 દિવસ ની હડતાલ જાહેર કરવામાં આવી છે હડતાલ પાડશે, સાથે માલધારીઓ ને પણઃ સૂચના આપવામાં આવી છે કે દૂધના ખાનગી વાહનો ને નુકસાન કે કનડગત થાય નહીં તેની કાળજી લેવા જણાવવામાં આવ્યું છે,સામાન્ય પ્રજાને પણઃ હેરાનગતિ ના થાય તેની કાળજી લેવા જણાવવામાં આવ્યું છે, 22 મી તારીખે સમગ્ર ગુજરાતના માલધારીઓ ગોળ ના લાડું બનાવીને ગાયોને ખવડાવશે જેથી પશુ વિરોધી ગુજરાત સરકાર ને ઈશ્વર સદબુદ્ધિ આપે તેવું નાગજીભાઈ દેસાઈ એ પ્રેસ નોટમાં જણાવેલ છે.

રિપોર્ટર : વારિસ સૈયદ, હિંમતનગર.