સુરત જિલ્લા માં રવિવારે ૧,૫૨,૭૦૦ બાળકો પોલિયોની રસી આપવામાં આવી

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

સુરત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ‘પોલિયો રવિવાર’ અંતર્ગત પ્રથમ દિવસે ૧,૫૨,૭૦૦ બાળકોને રસીકરણ કરાયું હતું. સ્વસ્થ અને પોલિયોમુકત જિલ્લો બનાવવાના અભિયાનમાં પ્રથમ દિવસે ૦ થી ૫ વર્ષ ની વયના તમામ બાળકોને આવરી લેવાના હેતુથી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એસ.ગઢવી તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ તમામ નવ તાલુકાઓમાં પોલીયો બુથ પર રસીકરણ કામગીરી કરવામાં આવી હતી. 

       

 આરોગ્ય વિભાગ દ્વારા રવિવાર ના રોજ સુરત જિલ્લા ના કુલ ૧,૭૪,૯૮૪ બાળકો ના લક્ષ્યાંક સાથે પ્રથમ દિવસે બુથ લેવલે ૧,૫૨,૭૦૦ બાળકોને પોલિયો પીવડાવી ૮૭.૩ ટકા કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં ૯ તાલુકાઓમા ૧,૫૭,૨૪૫ બાળકો ની સામે ૧,૩૬,૭૭૭ બાળકો ને અને ૩ નગરપાલિકા ના વિસ્તારમાં ૧૭,૭૩૯ બાળકો ની સામે ૧૫,૯૨૩નો લક્ષ્યાંક સિદ્ધ કરાયો હતો. જીલ્લા માં બાકી રહેતા બાળકોને મંગળ અને બુધવારે હાઉસ ટુ હાઉસ રસીકરણ દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવશે.