વડોદરામાં સરકારી કચેરીઓ સુની નજરે પડી હતી કેમકે કર્મચારીઓએ આંદોલન છેડી દીધું છે.
ગુજરાત આર. એન.ટી. સી. પી. કરારબદ્ધ કર્મચારી સંઘ દ્વારા મહેસુલી વિભાગ સહિત વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી ગયા હતા.
મહેસુલી કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જતાં, વિવિધ કામો માટે આવતા લોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. જોકે, વડોદરા જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે, વિવિધ કામો માટે આવેલા લોકોને ધક્કો ન પડે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
ક્ષય વિભાગ સહિત વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બડાવી રહેલા કરારબદ્ધ કર્મચારી સંઘ GRCSUનાં સંઘ પ્રમુખ હેમાંશુ પંડયાએ જણાવ્યુ હતું કે, છેલ્લા પાંચ વર્ષથી સરકારનાં અધિકારીઓ અને પદાધિકારીઓને વારંવાર લેખિત મૌખિક રજુઆત કરી હોવા છતાં પડતર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી. સરકારી નિતીઓને કારણે માત્ર આશ્વાસનો મળ્યા છે. અને ક્ષય વિરુધ્ધ સતત લડત આપી રહેલ કર્મીઓને માત્ર લોલીપોપ જ આપવામાં આવી રહી છે. ત્યારે ફરી એક વખત પેન ડાઉન દર્દીની સેવા સહિતની તમામ કામગીરી સ્થગિત કરવા સાથે હડતાલનું શસ્ત્ર ઉગામયુ છે. આજે જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું.