ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ડાકોરમાં એસ.ટી ડેપોના કર્મચારીઓ દ્વારા પડતર માગણીઓ માટે ઉગ્ર આંદોલન 16-09-22નાં રોજથી કરવામાં આવ્યું છે.

જેમાં ડાકોરના એસ. ટી. નિગમનાં કર્મચારીઓ કાળીપટ્ટી પહેરી સૂત્રોચાર કરતાં નજરે પડે છે

 આજરોજ એસ.ટી નિગમનાં કર્મચારીઓ દ્વારા 17-9-22 થી 20-9-2022 દિવસ 4 તમામ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી પોતાની ફરજો બજાવશે 

અને નિગમની પ્રીમાઈસીસની બહાર સૂત્રોચાર કરી વિરોધ નોંધાવશે 

તેમજ તારીખ 21 અને 22-09-22ના રોજ એસ.ટી. નિગમનાં કર્મચારીઓ ઘંટનાદ કરી વિરોધ નોંધાવશે 

અને જો ઉકેલ નહિ આવે તો 22- 9-2022 ની મધ્યરાત્રીથી એટલે કે 23- 9 -2022 ને શુક્રવારના રોજ થી નિગમના તમામ કર્મચારી સ્વયંભૂ માસ સી.એલ. ઉપર ઉતરશે 

તેવી પણ ચીમકી ડાકોરનાં એસટી નિગમના કર્મચારીઓ દ્વારા આપવામાં આવી છે!!

વધુ માં ભારતીય મજદૂર મહાસંઘ નાં ગુજરાત પ્રદેશ પ્રમુખ દ્વારા મહેન્દ્રસિંહ રાઠોડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અગાઉ પણ પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ તેનું નિરાકરણ નથી આવ્યું તેથી આગામી સમયે ગુજરાત એસ.ટી નાં તમામ ૪૪,૦૦૦ કર્મચારીઓ ને સાથે રાખી એસ.ટી નાં ચક્કાજામ કરવામાં આવશે અને સમગ્ર પ્રદેશ નાં એસ.ટી કર્મચારીઓ હડતાળ પર ઉતરશે

રિપોર્ટર: રિઝવાન દરિયાઈ    " ખેડા: ઠાસરા: ડાકોર