વઢવાણ :શ્રી જય બજરંગ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્રારા ગુજરાત ઈકોલોજી કમિશનના સહયોગથી પર્યાવરણ જાગૃતતા માટેની પર્યાવરણ અનુકૂળ જીવનશૈલી તાલીમ રાજકોટ જિલ્લ્લાના કોટડા સાંગાણી તાલુકાના નવી મેંગણી, અનિડા અને થોરડી તથા લોધિકા તાલુકાના ચિંભડા, માખાવાડ અને ખાંભા ગામોમાં યોજાઈ હતી. ગામનાં લોકો પોતાના જીવનમાં પર્યાવરણનો નાની નાની બાબતો દ્રારા બચાવ કરી શકે, લોકો વૃક્ષોનું વાવેતર કરતા થાય, જતન કરતા થાય, ઉર્જા સ્ત્રોતની બચત કરતા થાય, આબોહવામાં થતા ફેરફારની જાણકારી લોકોમાં આવે, કેમિકલયુક્ત દવાનો ખેતીમાં ઓછો ઉપયોગ થાય તે વિષે લોકોને માહિતગાર કર્યા હતા. જે માટે પાવર પ્રેઝન્ટેશન, પોસ્ટર પેમ્પલેટ, વગેરે માધ્યમનો ઉપયોગ કર્યો હતો. તાલીમાર્થીઓને પર્યાવરણ ને અનૂકુળ જીવનશૈલી વિશે માહિતિ મળે એ હેતુથી સાપસીડીની ગેમ, હાઉસી ગેમ રમાડવામાં આવી હતી તથા વિજેતાઓને ઈનામથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ મેમ્બર સેક્રેટરી ગુજરાત ઈકોલોજી કમિશન શ્રી મહેશસિંહ સાહેબ (IFS) તથા નિશચલ જોષી, કૃપા મેડમ અને અંકુર સાહેબના માર્ગદર્શન હેઠળ શ્રી જય બજરંગ ગ્રામ વિકાસ ટ્રસ્ટના તાલીમકારો દ્રારા આ કાર્યક્રમ પૂર્ણ કરેલ હતો