કડી માં અવારનવાર રહેણાંક મકાનમાં દારૂ ઝડપાય તે નવાઈની વાત નથી તેવામાં કડીના કરણનગર રોડ ઉપર LCBએ બાતમીના આધારે રહેણાંક મકાનમાં રેડ કરીને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સાથે એક ઈસમની ધરપકડ કરી હતી. LCB રહેણાંક મકાનમાંથી 34,795 વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
કડી શહેરી વિસ્તારમાં મહેસાણા LCBનો સ્ટાફ અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન સ્ટાફના માણસોને ખાનગી રહે બાતમી મળી હતી કે, કડીના કરણ નગર રોડ ઉપર આવેલ નારાયણ નગર સોસાયટીમાં રહેતો જ્યોતલ ઉર્ફે ગોપી વિદેશી દારૂનો વેપલો કરી રહ્યો છે અને તેના ઘરે દારૂનો જથ્થો સંતાડેલો છે. જે માહિતીના આધારે LCBએ બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરી હતી અને મકાનની તલાસી કરતા મકાનની અગાસીમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ કડક હાથે પૂછતાછ કરતા તેને કબૂલ્યું હતું કે, આ દારૂનો જથ્થો ડીસા ખાતે રહેતો ભાવરોએ વિદેશી દારૂ આપ્યો હતો. જે કબુલાત કરતા LCBએ સ્થળ ઉપરથી રૂપિયા 34,795 નો જથ્થો જપ્ત કરીને બે ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.