207 બુથ, 6 મોબાઇલ બુથ, 5 ટ્રાન્ઝસ્ટ બુથ પર 700
કર્મી તૈનાત
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રવિવારના સિવીલ
હોસ્પિટલ ખાતેથી પલ્સ પોલીયો અભિયાનનો પ્રારંભ કરાયો
છે. સિવીલ હોસ્પિટલ ખાતે સિવીલ સ્ટાફ, મનપાના મેડીકલ
ઓફિસર ઓફ હેલ્થ શૈલેષ ચુડાસમાની ઉપસ્થિતીમાં ડેપ્યુટી
મેયર ગિરીશભાઇ કોટેચાએ પોલીયો અભિયાનનો પ્રારંભ
કરાવ્યો હતો. આ તકે મનપાના આરોગ્ય અધિકારીએ
જણાવ્યું હતું કે, કમિશ્નર રાજેશ તન્નાના માર્ગદર્શનમાં
પોલીયો અભિયાન શરૂ કરાયું છે જેમાં શહેરના 85,000
ઘરોમાં રહેતા 0 થી 5 વર્ષના 41,000 બાળકોને પોલીયોના
2 ટીપાં પિવડાવાશે.
કુલ 207 બુથ, 6 મોબાઇલ બુથ તેમજ 5 ટ્રાન્ઝીસ્ટ પોઇન્ટ
જેવાકે બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, જાહેર સ્થળો પર આ
કામગીરી કરાશે. 2 દિવસ ઘરે ઘરે જઇ બાકી રહી ગયેલા
બાળકોને ટીપાં પિવડાવાશે. જ્યારે ગિરીશભાઇ કોટેચાએ
જણાવ્યું હતું કે, મનપાના 700 કર્મીઓ પલ્સ પોલીયોના
ટીપાં પિવડાવવાની કામગીરીમાં જોડાયા છે. હવે 2 દિવસ
આરોગ્ય કર્મીઅ ઘરે ટીપાં પીવડાવવા આવે ત્યારે પૂરતો સાથ
અને સહકાર આપજો. કારણ કે, તેઓ તમારા પરિવારના
બાળકને પોલીયોથી રક્ષિત કરવા કામ કરે છે.