બૂટલેગરો પોતાનો નશાનો કાળો કારોબાર કરવા દારૂનું
કટિંગ કરે તે પહેલા જ વિજિલન્સે બાંટવામાં ત્રાટકી લાખો
રૂપિયાનો દારૂ ,બિયર નો જથ્થો પકડી પાડયો હતો.બાંટવા
ખારા ડેમ પાસેની ખુલ્લી જગ્યાએ રાત્રે 3 વાગે સ્ટેટ
વિજીલન્સની ટીમે બાતમીના આધારે સ્થાનિક પોલીસને
ઊંઘતી રાખી દરોડો પાડ્યો હતો.જેમાં વિદેશી દારૂનો જથ્થો
ઊતરતો હોવાની સ્ટેટ વિજિલન્સ ને માહિતી મળતા તુરંત
જૂનાગઢ પંથકમાં વિજિલન્સના પીઆઈ જે.એસ દહીયા
સહિત ની ટીમ એ ધામા નાખ્યા હતા. અને બાંટવા ગામે
દારૂનો જથ્થાના કટીંગ સમયે વિજિલન્સ ટીમે દરોડા પાડ્યા
હતા. વિજિલન્સ ટીમને જોઇ દારુની હેરાફેરી કરી રહેલા ઈસમો
નાસી ગયા હતા, સ્થળ પરથી ટીમને એક આઈસર ટ્રક અને
એક અશોક લેલન્ડ ટેમ્પો મળી આવ્યો હતો. જેમાંથી 493
પેટી વિદેશી દારુ-બીયરનો (10045 બોટલ) 2294,775
નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને વાહનો અને દારુ
મળીને કુલ 34,94 લાખનો મુદ્દામાલ કબજે કરીને બાંટવા
પોલીસે દારુ મંગાવનાર બૂટલેગરો તેમજ આઈસર અને
ટેમ્પોનો ચાલક અને લાલ કલરની બ્રેજા કાર અને સફેદ
કલરની સ્વીફ્ટ કારનો ચાલક તેમજ દારુનો જથ્થો મોકલનાર
સોનું રણવીરસિંગ જાંટ સામે ગુન્હો નોધાવ્યો છે. વાહનમાં ચોરખાનું બનાવી દારૂની હેરાફેરી કરતા હતા
પોલીસે ઘટનાસ્થળેથી જે આઈસર વાહન કબજે કર્યું છે
તેમાં જનરેટર મશીન જેવું બોક્સ બનાવી એક ચોરખાનું
બનાવ્યું હોવાનું સામે આવ્યું છે. તેમાં દારૂ રાખી હેરાફેરી
રકરતા હોવાનો ખુલાસો થયો છે.
રિપોર્ટર રેશમા સમા જુનાગઢ