ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડા તાલુકા માં મઘ્યાંન ભોજન શાખામાં 3/04/2023 નાં રોજ મઘ્યાન ભોજન મંડળ નાં પ્રમુખ અને મઘ્યાંન ભોજન નાં સુપરવાઈઝર પુરવઠા નાં નાયબ મામલદાર ની ચેમ્બર માં બેઠી મઘ્યાન ભોજન સંચાલકો પાસેથી ખુલ્લે આમ પૈસા ઉઘરાવતા કેમેરા માં કેદ થયા હતા અને ખુલ્લે આમ પૈસા ઉઘરાવતા હતા

જોકે મધ્યાંન ભોજન મંડળ નાં પ્રમુખ ને ચેમ્બર માં બેસવાની કોઈ ઓથોરિટી જ નથી હોતી તેમ છતાં પણ કોઈ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પૈસા ની ઉઘરાણી કરતા જોવા મળ્યા હતા

ત્યાર બાદ આ બાબતે ગીર ગઢડા મામલદાર ને જાણ કરતા માલદાર દ્વારા પણ કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવ્યા ન હતા અને મામલદાર ગીર ગઢડા દ્વારા પણ ભીનું સંકેલવા નો પ્રયાસ કરવામાં આવ્યો હતો ગીર ગઢડા મામલદાર દ્વારા યોગ્ય પગલાં ન ભરતા

ઉના પ્રાંત ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ભ્રષ્ટાચારી ઓ ને સવારતા તંત્ર એ કોઈ યોગ્ય પગલાં ન ભરવામાં આવ્યા અને  ત્યાર બાદ ગીર સોમનાથ જીલ્લા કલેકટર ને આબાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી પરંતુ જિલ્લા નાં ઊંચ્ચ અધિકારીઓ નાં પણ ખિસ્સા ગરમ થતાં હોય એમ આંખ આડા કાન કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે

આ ભ્રષ્ટાચાર વિશે ન્યૂઝ માં પણ સમાચાર પ્રસિદ્ધ થયા હતા છતાં પણ તંત્ર નાં પેટ નું પાણી હલતું નથી

શું ઊંચ્ચ અધિકારી સુધી પણ હિસ્સો પોંહચતો હસે શું ઊંચ્ચ અધિકારી ઓ પણ આવા ભ્રષ્ટાચાર નાં ભાગમાં શામિલ હશે કે પછી તંત્ર પણ કોઈ રાજકીય દબદબા નીચે કામ કરતું હશે એ પણ એક સવાલ છે

અને જો મધ્યાંન ભોજન નાં સંચાલકો કંઈ અવાજ ઉઠાવે તો તેની પરમીટ રદ કરવાની અને મઘ્યાન કેન્દ્રો ઉપર ચેકીંગ કરી ખોટી રીતે હેરાન કરી અને ધમકાવવા માં આવે છે

ગીર ગઢડા તાલુકા માં નાના મોટા કુલ 86 કેન્દ્રો ચાલે છે હો એક સંચાલક પાસેથી ૨૦ ટકા પૈસા લેવામાં આવતા હોય તો ગીર ગઢડા તાલુકાના 86 કેન્દ્રો પાસેથી દર મહિને લાખો રૂપિયાનો ગોટાળો ચાલતું હોવાનું જણાઇ રહ્યું છે અને આ ભ્રષ્ટાચાર ઘણા વર્ષોથી ચાલતો હોવાની પણ વિગતો મળી છે

ભ્રસ્ટચાર નાં ભાગમાં ઊંચ્ચ અધિકારી નાં કેટલા ?

શું ઊંચ્ચ અધિકારી ની છત્ર છાયા હેઠળ આવું મસમોટું કોભાંડ ચાલતું હશે

કે પછી અધિકારીઓ ઉપર કોઈ રાજકીય હાથ કે રાજકીય વગ હશે તેવા ગીર ગઢડા તાલુકા ની જનતા માં ઉઠ્યા છે

હવે જોવાનું એ રહ્યું કે શું ઊંચ્ચ કક્ષાએ થી યોગ્ય તપાસ કરશે કે પછી ભીનું સંકેલી આવા ભ્રષ્ટાચારી ઓ ને સાવરવા માં આવશે