ભાવનગર શહેરમાં આજે તા. તારીખ 19 સપ્ટેમ્બરને સોમવારથી તા.21 સપ્ટેમ્બરને બુધવાર સુધી જુદાજુદા વિસ્તારમાં સવારના 6:30 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી વીજકાપ રહેશે. 

તારીખ 19 સપ્ટેમ્બરને સોમવારે 11કેવી દિવડી ફીડર હેઠળના સરદારનગર ગુરુકુળ પાછળનો વિસ્તાર, દીવડી ચોક, ગુરુકુળ, લોકમિલાપ આજુબાજુનો વિસ્તાર, કે એસ એમ, ચંપા સોસાયટીથી પન્ના અગરબત્તી મોખડાજી સર્કલ અને બામણીયા પ્લોટ, ડાયમંડ વિસ્તારમાં સવારના 6:30 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.

જયારે તારીખ 20 સપ્ટેમ્બર ને મંગળવારે 11 કે વી સંસ્કાર મંડળ ફિગર હેઠળના રૂપાણી સર્કલ, ગુલિસ્તા મેદાન, ગોળીબાર હનુમાન મંદિરની આજુબાજુનો વિસ્તાર, આતાભાઇ ચોક, જવાહર મેદાન, તપસી બાપુની વાડીની આજુબાજુનો વિસ્તાર, કસ્ટમ ઓફિસ આજુબાજુનો વિસ્તાર, રિલાયન્સ પેટ્રોલ પંપથી સહકારી હાટ સુધીનો રોડ, જોગર્સ પાર્કની આસપાસનો વિસ્તાર, સુરભી મોલ, ઇવા સુરભી અને ઘોઘા સર્કલ વિસ્તારમાં સવારના 6:30 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો મળશે નહીં.

તારીખ 21 સપ્ટેમ્બર ને બુધવારે 11 કેવી લોક મિલાપ ફીડર હેઠળના ઘોઘા સર્કલ થી વૃદ્ધાશ્રમ, ટીવી કેન્દ્રથી મુની ડેરી જતા જમણી બાજુનો વિસ્તાર, આરતી ટેનામેન્ટ, પ્રણવ ફ્લેટ, યોગેશ્વર ફ્લેટ, ગ્રીન પાર્ક, સમન્વય કોમ્પ્લેક્સ, રામેશ્વર કોમ્પ્લેક્સ, સિંધુનગર, પાર્થ સોસાયટી, સહજાનંદ કોમ્પલેક્ષ, માધવ એપાર્ટમેન્ટ, લીંબડીયુ ઘોઘા સર્કલ, બી ડિવિઝન આજુબાજુનો વિસ્તાર, માધવાનંદ ટેલિફોન એક્સચેન્જ, જમ્પન મેડિકલ, બી એમ કોમર્સ હાઈસ્કૂલ અર્થ એરોન બિલ્ડીંગ સન રેસીડેન્સી અને ક્રિષ્ના બંસરીમાં સવારના 6:30 વાગ્યાથી બપોરના 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.