વવીયાલા ગામ નજીક દારૂ પીધેલી હાલતમાં મોટરસાયકલ ચાલક ઝડપાયો

મળતી માહિતી અનુસાર ગરૂડેશ્વર પોલીસ સ્ટાફના માણસો વવિયાલા ગામ નજીક વાહન ચેકિંગમાં હતા.જે દરમિયાન આ કામના મોટરસાયકલ ચાલક લક્ષ્મણભાઇ પુનભાઈ ભીલ રહે વવીયાલા વાવ ફળિયું તાલુકો ગરૂડેશ્વર નાઓ પોતાના કબજાની મોટરસાયકલ ગાડી નંબર GJ 22 K 9036 નંબરની મોટરસાયકલ ગેરકાયદેસર વગર પાસ પરમીટે નો કેફી પીણું પીને નશો કરેલી હાલતમાં મોટર સાયકલ ચલાવવા અંગે નું લાયસન્સ સાથે નહીં રાખી પોતાના કબજાની મોટરસાયકલ પુરઝડપે હંકારી લાવતા વવીયાલા ગામ નજીક ગરૂડેશ્વર પોલીસ દ્વારા વાહનચેકિંગ દરમિયાન ઝડપાઇ આવ્યો ગરુડેશ્વર પોલીસે મોટરસાયકલ ચાલકે લક્ષ્મણભાઈ પુનાભાઈ ભીલ વિરુદ્ધ કાયદેસર ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે