વાંકાનેર ઢુવા ગામે બંધ કારખાનામાં જુગાર રમતા છ પત્તા પ્રેમીઓ ઝડપાયા
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે ભવાની કાંટા ના રસ્તા પર આવેલા બંધ હાલતમાં પડેલા જય કો સિરામિક નામના કારખાનામાંથી જુગાર રમતા 6 પત્તા પ્રેમી રોકડા 84 હજારના મુદ્દામાલ સાથે ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસની ટીમ દ્વારા ઢુવા ગામની સીમમાં ભવાની કાંટા વાળા રસ્તે આવેલ જયકો નામના બંધ કારખાનામાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે (૧)સંજયભાઈ રૂપનાથભાઈ ગોપાણી, (૨)શામજીભાઈ ઉર્ફે સામો વસ્તાભાઈ ચૌહાણ, (૩)રજનીકાંતભાઈ અવસરભાઈ ગોપાણી, (૪)નયનભાઈ જયંતીભાઈ મકવાણા,(૫) પંકજભાઈ ભુદરભાઈ સંઘાણી અને(૬) રાજેશભાઈ કેશુભાઈ અઘારા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે ૮૪ હજાર રૂપિયાની રોકડ કબજે કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
 
  
  
  
  
  