પાલનપુર-ડીસા હાઇવે ઉપર રસાણા નજીક એસ.ઓ. જીની ટીમે એક કારના સ્પેર વ્હીલમાં છુપાવેલું રૂ. 51,900 ના અફીણ રસ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. આ અંગે કાર સહિત કુલ રૂ. 4.03 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.

પાલનપુર-ડીસા હાઇવે ઉપર રસાણા નજીક પસાર થઇ રહેલી કાર નં. જીજે. 05. જે.ડી. 6646 એસઓજીની ટીમે રોકી તલાસી લીધી હતી. આ અંગે પી.આઇ. એમ. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, કારની તલાસી લેતાં તેના સ્પેરવ્હીલમાં છુપાવવામાં આવેલો રૂ. 51,900નો 519 ગ્રામ અફીણરસ મળી આવ્યો હતો.

કાર ચાલક મુળ રાજસ્થાનના ચિતલવાના હાલ સુરતનો નરેન્દ્રકુમાર શીવજીરામ પુરોહીતની અટકાયત કરી હતી. આ અંગે રૂ. 51,900 નો અફીણ રસ, કાર મળી કુલ રૂ. 4,03,700 નો મુદ્દામાલ કબ્જે લઇ કાર્યવાહી હાથ ધરી હતી.