આજરોજ તારીખ ૧૯/૦૯/૨૦૨૨ સવારના ૮:૩૦ કલાક ના આસપાસ ફતેપુરા નગરના ઘૂઘસરોડ વિસ્તારમાં ફરતી ગાય માં લમ્પી વાયરસના સંભવિત લક્ષણો જણાતા ઘૂઘસ રોડ વિસ્તારના સ્થાનિક અને ફતેપુરા નગરના આગેવાન વિશાલભાઈ નહાર દ્વારા પશુ દવાખાનામાં જાણ કરાતા પ્રાથમિક સારવાર આપવામાં આવી. સારવાર આપ્યા બાદ ગાય એજ વિસ્તારમાં હાલ ૧૦વાગ્યા સુધી ફરી રહી છે. આગેવાન વિશાલભાઈ નહાર દ્વારા સમય ની સચુકતા જાળવી પશુ આરોગ્ય વિભાગમાં જાણ કરાતા પશુ આરોગ્ય કર્મચારીઓ દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. ફતેપુરા નગર પંચાયત દ્વારા આ ફરતા પશુ ને પકડી પાડી તાત્કાલિકના ધોરણે એક જગ્યાએ બાંધી દેવામાં આવેતો બીજા પશુઓમાં આ ભયંકર વાયરસ ફેલાતો અટકાવી શકાય તેમ છે. ફતેપુરા ગ્રામ.પંચાયતના વહીવટદાર ડામોર સાહેબ. દ્વારા તાત્કાલિકના ધોરણે કાર્યવાહી કરવા જણાવામાં આવ્યું હતું.