➡️ *આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં ત્રિ-દિવસીય વ્યાખ્યામાળાનું સુંદર આયોજન*

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

▶️ *આજે ત્રીજો અને અંતિમ દિવસ*

*આજે ત્રીજા અને અંતિમ દિવસે ધોરણ પાંચ અને આઠ ના વિદ્યાર્થીઓ તરફથી ગ્રામીણ પહેરવેશ અને રંગોલીઓ પુરી થીમ ઉપર પ્રદર્શન કર્યું હતું*

આદર્શ વિદ્યાસંકુલ ડીસામાં ત્રિ-દિવસીય વ્યાખ્યામાળાનું આયોજન શાળાના પ્રાર્થનાખંડમાં થયું છે,જેમાં ઉચ્ચ કોટિના વક્તાઓ દ્વારા વિવિધ વિષયો આધારીત ખૂબ જ સુંદર રીતે વક્તવ્ય અાપવામાં આવ્યું હતું. 

જેમાં વ્યાખ્યાનમાળાના આજે ત્રીજા દિવસે તારીખ:૧૧/૧/૨૩ બુધવારે સાંજે ૭:૩૦ કલાકે " "ગુજરાતનો ભૂલાયેલો ઇતિહાસ" વિષય ઉપર પત્રકાર,પત્રકારિતામાં સ્નાતક,અને નઈ દુનિયા,સહારા સમય,દૈનિક ભાસ્કર સાથે સંલગ્ન તથા શ્રેષ્ઠ રિપોટીંગના અનેક એવોર્ડ મેળવેલ ઉપરાંત મધ્યપ્રદેશ સૂચના આયુક્ત શ્રી વિજય મનોહર તિવારી વક્તવ્ય આપશે.ત્રીજા દિવસના અધ્યક્ષ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. રોહિતભાઈ દેસાઈ છે.

દર વર્ષની જેમ આ વર્ષે પણ વ્યાખ્યાનમાળાના સૌજન્ય શ્રી સુરેશભાઈ શાંતિલાલ કોઠારી છે. સંસ્કાર મંડળ અને શાળા કક્ષાએથી આ ત્રિદિવસીય વ્યાખ્યાનમાળાનું સુંદર આયોજન થયું છે.શાળાના તમામ સ્ટાફગણનો સહિયારો સાથ તેમાં રહ્યો છે. સૌને આ કાર્યક્રમનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

    આજે ત્રીજા દિવસે સ્વાગત માટે વિદ્યાર્થીઓએ ગામડાનો પહેરેશ પહેર્યો હતો અને ચૂલા પર રોટલા કરતાં કુવામાંથી પાણી કાઢતા ઘરઘંટી ચલાવતા અને ખેતરમાં ખેતી કરતા ખેડૂતોના પાત્રો બન્યા હતા. તેમજ રંગોળી પૂરી આવનાર મહેમાનોનું ગ્રામ્ય પહેરેશથી મન મોહી લીધું હતું. આજે ત્રીજા દિવસે શ્રોતાઓએ પણ ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી આ વ્યાખ્યા માળાનો આનંદ લીધો હતો. આજની આ ગ્રામ્ય પહેરવેશ ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓએ પહેરીને પ્રદર્શિત કર્યું હતું તેની પાછળ તેમના વર્ગ શિક્ષકો અને શાળા સ્ટાફનો ખૂબ જ મહત્વનો ભાગ હતો.

બ્યુરો રિપોર્ટ દિપક પઢીયાર બનાસકાંઠા