ડીસા તાલુકાના વિઠોદર નજીક ટ્રેલર ચાલકે સામેથી આવી રહેલા ટ્રેલરને ટક્કર મારી હતી. જેમાં ચાલકનું મોત થયું હતુ. જ્યારે બાજુમાં બેઠેલા ખલાસીને ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

ડીસા તાલુકાના વિઠોદર નજીક પસાર થઇ રહેલા ટ્રેલર નં. આર. જે. 32. જી.ડી. 3819ના ચાલક રાજસ્થાનના ટોક જીલ્લાના દેવલી તાલુકાના બેહલરી ગામના દયાલાલ સોજીરામ ગુર્જર (ઉ.વ. 24)એ સામેથી આવી રહેલા ટ્રેલર નં. એચ. આર. 38. એક્સ. 8253ને ટક્કર મારી હતી. જેમાં તેમનું ટ્રેલર રોડની સાઇડની ચોકડીમાં ઘુસી ગયું હતુ.

અકસ્માતમાં દયારામને ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે મોત થયું હતુ. જ્યારે બાજુમાં બેઠેલા ખલાસી જગતીયા ગામના ભાગચંદ સુરજમલ ગુર્જરને ગંભીર ઇજા થતાં પાલનપુરની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બેલહરીના મુકેશભાઇ ખાનારામ ગુર્જરે ડીસા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.