વાંકાનેર ગરાસિયા બોર્ડિંગ ખાતે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા મોરબીની મુલાકાતે આવી રહ્યા તેને ભાગરૂપે મિટીંગ યોજી
આજ રોજ તા.૧૮/૯/૨૦૨૨ રવિવાર ના રોજ મહારાણા રાજ સાહેબ શ્રી કેસરીદેવસિંહજી ઝાલાની આગેવાની માં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડા સાહેબ આગામી તારીખ ૨૦/૯/૨૦૨૨ના દિવસે મોરબી પધારવાના હોય એના ભાગરૂપે આ મીટીંગ નું આયોજન કરવામાં આવેલું હતું,
જેમાં પ્રદેશના હોદ્દેદારો, જિલ્લાના હોદેદારો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો, વાંકાનેર નગરપાલિકાના પૂર્વ સદસ્યો, તેમજ વાંકાનેર શહેર તેમજ તાલુકા સંગઠન તથા વિવિધ મોર્ચા ના હોદ્દેદારો તેમજ સેલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી દોશી કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી રમતવીરો નું ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન કરવામાં આવ્યું.
📌 જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રાજકોટ મુકામે યોજાયેલ કુસ્તી સ્પર્ધા માં વાંકાનેર ના રમતવીરો નું ઉત્કૃષ્ટ પ્રદર્શન .
1️⃣ટોળીયા શૈલેષ લક્ષ્મણભાઇ 57kg ગોલ્ડ મેડલ🥇 *નેશનલ* માં રમવા કોલાપુર(મહારાષ્ટ્ર) ખાતે રમવા જાશે.
2️⃣ ધરોડીયા આશિષ જયેશભાઇ જેમને યોગા સ્પર્ધા માં *નેશનલ લેવલ* એ પસંદ થયેલ અને તેઓ ભુવનેશ્વર ખાતે રમવા જશે. સાથે સાથે કુસ્તી સ્પર્ધા માં પણ 65 kg માં બ્રોન્ઝ મેડલ. 🥉 પ્રાપ્ત કરેલ છે.
3️⃣ડાભી જયમીન રાજેશભાઇ જેમને કુસ્તી સ્પર્ધા માં 86 kg માં બ્રોન્ઝ મેડલ 🥉 પ્રાપ્ત કરેલ.
4️⃣સનુરા વિજય મગનભાઈ જેમને કુસ્તી સ્પર્ધા માં 92 kg માં બ્રોન્ઝ મેડલ🥉 પ્રાપ્ત કરેલ છે.
5️⃣ બાંભવા અવધ દિનેશભાઇ જેમને કુસ્તી સ્પર્ધા માં 86 kg માં બ્રોન્ઝ🥉 મેડલ પ્રાપ્ત કરેલ છે.
બધા જ રમત વિરો ને ખૂબ ખૂબ અભિનંદન અને જીવન માં ઉત્તરોત્તર પ્રગતિ કરો એવા આશીર્વાદ.
આ ઉપરાંત વાંકાનેર મહારાણા રાજ સાહેબ શ્રી કેશરીદેવસિંહજી દ્વારા બધા જ કુસ્તીવિરો નું સાલ ઓઢાડીને સન્માન કરાયું અને રોકડ પુરસ્કાર સ્વરૂપે 1000 રૂપિયા દરેક રમતવીર ને અપાયા.
તેમજ હીરાભાઈ બાંભવા દ્વારા પણ રમતવીરો ને રોકડ પુરસ્કાર અપાયું.