હારીજ તાલુકાના સરેલ ગામે સરસ્વતી નદીમાં પાણી છોડવામાં આવતા સમગ્ર ગામની ચારે તરફ પાણી પાણી થયા હતા.સરપંચ સહિત ગ્રામના અગ્રણીઓએ પાટણ જિલ્લા કલેકટર અને હારિજ મામલતદાર ને આવેદનપત્ર આપતા તાલુકા વિકાસ અધિકારી લક્ષ્મીબેન ઠાકોર અને નાયબ ટીડીઓ પંડયા અને સમગ્ર ટિમ પાણી નો નિકાલ કરાવવા કામે લાગી ગઈ હતી ગામ નજીકથી પસાર થતી સરસ્વતી નદીમાં પાણીનો પ્રવાહ કાઢવા જે.સી.બી.કામે લગાવ્યું હતું.ગામના તલાટી રમીલાબેન ચૌધરીના જણાવ્યા મુજબ ગામની 90 ટકા જમીનમા પાણી ફરી વળતા ખરીફ પાક નિસફળ નીવડ્યો છે.