મહુધાના હેરંજ ગામે ગુમ થયેલ યુવાનનો મૃતદેહ મળી આવ્યો
મહુધાના તાલુકાના હેરંજ ગામે ગઈકાલે રજવતભાઈ જેણાભાઈ ઠાકોર નામનો પરિણિત યુવાન ગુમ થઈ જવા પામ્યો હતો.
જેને લઈ યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.જે દરમિયાન આજરોજ ગામ નજીક નદીમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો
.પ્રાથમિક અનુમાન મુજબ પગ લપસી જતા નદીના પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યુ હોવાનું માનવામાં આવી રહ્યું છે.ઘટના સંદર્ભે મહુધા પોલિસ આગળ ની કાયેવહી રિપોર્ટ ઈરફાન મલેક