રાજકોટમાં હવે હથિયારોનું ઉત્પાદન થશે, રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફ્ટ (વિમાન વિરોધી) ગનનું ઉત્પાદન થશે તે પણ મહિલા વર્કર દ્વારા તૈયાર થશે.
રાજકોટના કુવાડવા રોડ પરના સાતડા ગામે ફેકટરી બનાવા જઈ રહી છે જેમાં હથિયારોનું ઉત્પાદન તથા એસેમ્બલીંગ થશે.
અહીં રિવોલ્વર, પિસ્તોલ, રાયફલ તથા એન્ટી-એરક્રાફ્ટ (વિમાન વિરોધી) ગનનું ઉત્પાદન થશે. વર્ષના અંત સુધીમાં આર્મ્સ ફેક્ટરી તૈયાર થઈ જશે.
મૂળ રાજકોટના વતની અને મુંબઈમાં બિઝનેસ ધરાવતા પ્રિતી પટેલ કે જેઓ આ ફેકટરીનો પાયો નાખી રહયા છે જેઓ રાજકોટ સ્થિત રેસ્પીયન એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની પણ ધરાવે છે.
હવે આર્મ ફેકટરી બનાવી સુરક્ષા એજન્સીઓ અને લાયસન્સ બનાવતા નાગરિકો ઉપરાંત પોલીસ, CRPF,સૈન્ય, SRPF સહિતની સુરક્ષા એજન્સીઓને કોમર્શિયલ ધોરણે હથિયારો વેચી શકશે.
પ્રિતી પટેલ એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટમાં 25 વર્ષનો અનુભવ ધરાવે છે.
મૂળ રાજકોટના વતની અને હાલ મુંબઈ રહેતા પ્રિતી પટેલ રાજકોટમાં જ હથિયારોનું ઉત્પાદન કરશે જેમાં મહિલા કામદારો રાખવામાં આવશે અને માત્ર મહિલા કર્મચારીઓ હથિયારો બનાવશે.
રાજકોટમાં બનનાર પિસ્તોલ, રિવોલ્વર થી લઈ એન્ટિ-એરક્રાફ્ટ ગન સુધીના હથિયારો હવે ‘મેડ ઈન જર્મન’ નહીં, પણ મેડ ઈન રાજકોટની ઓળખ ધરાવતા હશે.
સ્વનિર્ભર ભારતમાં પોતાનું યોગદાન આપવા અને ખાસ કરીને મહિલાઓને રોજગારી સાથે સ્વદેશી ભાવના ને ઉત્તેજન આપવાનો તેઓનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે.