લાભાર્થીઓને કેશ ક્રેડીટ ધીરાણ, સ્વસહાય જૂથોને લોન,

આયુષ્યમાન ભારત કાર્ડ સહિતના લાભો એનાયત કરાયા

વિશ્વાસથી વિકાસ યાત્રા જૂનાગઢ અંતર્ગત પશુપાલન અને

ગૌસંવર્ધન રાજ્યમંત્રી દેવા માલમના હસ્તે લાભાર્થીઓને કેશ

ક્રેડીટ ધીરાણ, સ્વસહાય જૂથોને લોન, આયુષ્યમાન ભારત

કાર્ડ સહિતના લાભો એનાયત કરવામાં આવ્યા હતા. આ

કાર્યક્રમ જૂનાગઢના ટાઉનહોલ ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં આઝાદીના અમૃત

મહોત્સવની ઉજવણી થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની

આગેવાની હેઠળ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના

માર્ગદર્શનમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની દેખરેખમાં ગુજરાતમાં

અનેક વિકાસ કાર્યો થઇ રહ્યા છે.

1472 યુવાનોને કૌશલ્યવર્ધન તાલીમ અપાઈ

વિશ્વાસથી વિકાસ યાત્રા દરમિયાન સ્વસહાય જુથોને

પ્રોત્સાહિત કરવા અને તેને સમાજમાં ઉચ્ચ સ્થાન પ્રદાન

કરવા સરકાર દ્વારા વર્ષ 2010માં મિશન મંગલમ યોજનાની

શરૂઆત કરવામાં આવેલી છે. પીએમ સ્વનીધિ યોજના

અંતર્ગત શહેરી શેરી ફેરિયાઓને 10 હજારની લોન પ્રથમ

તબક્કે આપવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, જૂનાગઢ

શહેરી વિસ્તારમાં રહેતા 18 થી 35 વયના 1472 યુવાનોને

કૌશલ્યવર્ધન તાલીમ આપવામાં આવી છે. જૂનાગઢ મનપા

વિસ્તારમાં 774 સ્વસહાય જૂથો કાર્યરત છે. મહિલાઓએ આગવી ઓળખ ઉભી કરી

જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ શાંતાબેન ખટારિયાએ

મહિલાઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા 20

વર્ષમાં ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસ કર્યો છે. મહિલાઓ

પુરૂષોના ખભેખભો મિલાવી પોતાની આગવી ઓળખ ઉભી

કરી છે. ગુજરાતમાં 20 વર્ષના વિશ્વાસ અને વિકાસ પર્યાય

રહ્યા છે.

મેયર ગીતાબેન પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન

નરેન્દ્રભાઇ મોદીના અથાગ પ્રયાસો થકી આજે મહિલાઓ

આત્મનિર્ભર બની છે. સરકારે દિકરીઓ, મહિલાઓ

માટે અનેક યોજનાઓ, કાર્યક્રમ સમર્પીત કર્યા છે. તેમણે

મહિલાઓને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ

લેવા રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

સરકારની મહિલાલક્ષી યોજનાઓની માહિતી અપાઈ

તેમજ સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઇ ખટારિયાએ

સરકારની મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપી

હતી. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડીઆરડીએના નિયામક

પી.જી.પટેલ અને આભારવિધિ નીશાબેન ધાંધલે કરી હતી.

વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમમાં એન.આર.એલ.એમ

યોજના અંતર્ગત કુલ 732 સ્વસહાય જુથને 793.10

લાખની સહાય, પીએમજેએવાય યોજના હેઠળ આયુષ્યમાન

કાર્ડ વિતરણ, એનઆરએલએમ યોજના હેઠળ બેન્ક સખી

સન્માનપત્ર અપાયા હતો પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં

આ તકે ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચા, સ્ટેન્ડીંગ

કમિટીના ચેરમેન હરેશભાઇ પરસાણા, શાસક પક્ષના દંડ

કિરીટભાઇ ભીભા, પૂર્વ મેયર ધીરૂભાઇ ગોહેલ, શહેર

ભાજપ પ્રમુખ પુનિતભાઇ શર્મા, અગ્રણી જ્યોતીબેન

વાછાણી, પ્રદિપભાઇ ખીમાણી તેમજ જિલ્લા વિકાસ

અધિકારી મીરાંત પરીખ, મ્યુ.કમિશનર રાજેશ તન્ના, અધિક

કલેક્ટર એલ.બી.બાંભણિયા સહિતના પદાધિકારીઓ અને

અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ