ખેડા જિલ્લાના નડિયાદના યોગીનગર ટોરેન્ટ કેબલ લિમિટેડ ખાતે કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ૧૧૮ મહુધા વિધાનસભાના મત વિસ્તારને આવરી લેવામાં આવ્યો હતો. વોટર હેલ્પ લાઈન નંબરનો મતદાર કઈ રીતે ઉપયોગ કરી શકે છે તેનું માર્ગદર્શન કલેકટરશ્રી દ્વારા આપવામાં આવ્યું હતું.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
કલેકટર કે.એલ.બચાણીએ જણાવ્યું કે, ઈલેક્શન કમિશન લગભગ ૯૧.૦૨ કરોડ વોટરને પારદર્શિતાથી મતદાન કરાવે છે. સન ૧૯૫૦ થી ૨૦૨૨ દરમિયાન ઈલેક્શન કમિશને ખુબ સારા બદલાવ લાવ્યા છે. ભૂતકાળમાં કેટલીક જગ્યાએ મતદારો પોતાના મતનો ઉપયોગ કરતા ન હતા. પણ આજના અત્યાધુનિક સમયમાં લોકો વધુને વધુ મતદાન પ્રક્રિયામાં ભાગ લે તેવો કલેકટરશ્રીએ અનુરોધ કર્યો હતો. ઈલેક્શન કમિશનના નવા સુધારા અંગે કલેકટરએ જણાવ્યું કે પહેલા તો 0૧/0૧/૨૦૨૨ના રોજ જે વ્યક્તિએ ૧૮ વર્ષ પુરા કર્યા હોય તેજ વ્યક્તિ મતદાન કરી શકતો હતો પણ ઈલેક્શન કમિશન ઇન્ડિયા દ્વારા કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. જેમાં 0૧/0૧/૨૦૨૨, 0૧/0૪/૨૦૨૨, 0૧/0૭/૨૦૨૨, 0૧/૧૦/૨૦૨૨ ના રોજ જે વ્યક્તિ ૧૮ વર્ષ પૂર્ણ કરે તે વ્યક્તિ વોટ કરી શકે છે.
કાર્યક્રમમાં કલેકટર એ SVEEP (મતદાન જાગૃતિ અભિયાન) અંગે જાણકારી આપી. વધુમાં કલેકટરશ્રીએ ઉમેર્યું કે મતદારોને પોલિટિકલ પાર્ટી, ઈલેક્શન કમિશન અને એન.જી.ઓ જાગૃત કરી રહ્યા છે અને વધુમા વધુ મતદારો આ ઇલેક્શનમાં ભાગ લે તેવી વિનંતી કરી હતી.
આ કાર્યક્રમમાં નાયબ ચૂંટણી અધિકારી એસ.એમ.રાઠોડ, મહુધા નાયબ કલેકટર વિમલકુમાર ચૌધરી, નડિયાદ મામલતદાર ગ્રામ્ય જેમિનીબેન ગઢીયા, નડિયાદ ટોરેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ સંજીવકુમાર તેમજ અધિકારી, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા