આજે રવિવારે પૃથ્વીની નજીકથી એક વિશાળ લઘુગ્રહ (એસ્ટરોઇડ) પસાર થશે. તે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' કરતા પણ લગભગ 210 મીટર મોટો છે. નાસાની લેબોરેટરી (JPL) અનુસાર, '2005 RX3' નામનો એસ્ટરોઇડ 62,820 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણા ગ્રહ તરફ આગળ વધી રહ્યો છે. સ્પેસ એજન્સી અનુસાર, આ એસ્ટરોઇડ લગભગ 17 વર્ષ પહેલા (2005માં) પૃથ્વીની નજીકથી પસાર થયો હતો.  

ત્યારથી નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી તેના પર નજર રાખી રહી છે.

નાસા અનુસાર, 'RX3' આગામી માર્ચ 2036માં પૃથ્વીની નજીકથી પસાર થશે. 10 સપ્ટેમ્બરે નાસાએ એક ચેતવણી જારી કરીને કહ્યું હતું કે આ મહિનામાં એક સપ્તાહમાં ચાર એસ્ટરોઇડ પૃથ્વીની નજીક આવશે. આમાંથી એક '2005 RX3' છે.

--બે એસ્ટરોઇડ પસાર થયા છે

--2022 QF: તે ઓગસ્ટ 2022 માં શોધાયો હતો, તે 140 ફૂટ પહોળો એસ્ટરોઇડ છે, જે 11 સપ્ટેમ્બરે પૃથ્વીની સૌથી નજીક હતો. તે 30,384 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની 73 લાખ કિલોમીટર નજીક આવ્યો છે.

--2008 RW : તેની શોધ 2008 માં થઈ હતી. 12 સપ્ટેમ્બરે તે 36,756 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની 67 લાખ કિલોમીટર નજીક આવી આવ્યો છે. તે લગભગ 310 ફૂટ મોટો છે.

 --2020 PT4: 39,024 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, તે પૃથ્વીના 71,89,673 કિલોમીટરની નજીક આવશે

--2022 QD1: આ 242-ફૂટ-મોટો એસ્ટરોઇડ ઓગસ્ટ 2022 માં શોધાયો હતો. નાસા અનુસાર, તે 16 સપ્ટેમ્બરે 34,200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની 7.4 મિલિયન કિલોમીટરની નજીક આવશે.

-- 2022 QB37: 18 સપ્ટેમ્બરે, 2005 RX3 સાથે, આ એસ્ટરોઇડ પણ આપણા ગ્રહની નજીકથી પસાર થશે. તેની ઝડપ 33,192 કિલોમીટર પ્રતિ કલાક હશે અને પૃથ્વીના 65 લાખ કિલોમીટરની નજીક આવશે.

યુએસ સ્પેસ એજન્સી નાસા આ મહિનાના અંતમાં તેનું DART (ડબલ એસ્ટરોઇડ રીડાયરેકશન ટેસ્ટ) મિશન શરૂ કરવાની છે. આ અંતર્ગત નાસા એસ્ટરોઇડને અથડાવીને નષ્ટ કરવાની તૈયારી કરી રહ્યું છે. નાસાનું સ્પેસક્રાફ્ટ આ મિશન 26 ડિસેમ્બરે સાંજે 7:14 કલાકે લોન્ચ કરવાનું છે. તે 27 સપ્ટેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 4.44 કલાકે લોન્ચ થશે. આ મિશન હેઠળ, આપણી પૃથ્વીને જોખમમાં મૂકતા કોઈપણ લઘુગ્રહની દિશા બદલી શકાય છે અથવા તેને નષ્ટ કરી શકાય છે. આ અવકાશયાનનો ઉપયોગ કરીને લઘુગ્રહની દિશા ફેરવવાની આ પ્રક્રિયાને 'કાઈનેટિક ઈમ્પેક્ટ મેથડ' કહેવામાં આવી રહી છે.