આગ લાગવા પાછળ બીજું કોઈ કારણ હોય શકે,જૂની પંચાયત ઑફિસમાં લાઈટ કનેક્શન ઘણાં સમય બંધ હતું :તળાજા ટી.ડી.ઓ
તળાજા તાલુકા પંચાયતની જૂની કચેરીનું રેકર્ડ કચેરી ખાતે પડેલ હતું.એ જ રેકર્ડમાં કોઈપણ કારણોસર આગ લાગતા કેટલુંક રેકર્ડ બળીને રાખ થઈ ગયું હતું. જેને લઇ ટી.ડી.ઓ એ તળાજા પોલીસ સ્ટેશનમા જાણવા જોગ ફરિયાદ કરી છે. જેને પગલે પોલીસ દ્વાર તપાસ હાથ ધરવામાં આવી છે.
તળાજા તાલુકા પંચાયતની જૂની કચેરી ખાતે બંધ રૂમમાં જૂનું રેકર્ડ પડેલું હતું. એ બંધ રૂમમાંથી કોઈપણ કારણોસર આગ લગતા નીકળતા ધુમાડાના પગલે તળાજા ફાયરને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સળગતા દતાવેજો ઠાર્યા હતા. જો કે મોટા ભાગના કાગળો બળીને રાખ થઈ ગયા હતા.
.તાલુકા વિકાસ અધિકારી ડી.ટી.લાડુમોર આ સમયે સથરા ગામે બોર્ડની પરિક્ષાના પોત્સહિત કાર્યક્રમમાં હતા તે વખતે બપોરના ૨ વાગ્યે જૂની તાલુકા ઑફિસ લાગવાના બનાવની તેઓ ટેલીફોનીક રીતે જાણ મળતા તેઓ તાત્કાલિક ધોરણે ૨:૩૦ કલાકે ઘટના સ્થળે પહોંચ્યા હતાં તે સમય દરમિયાન અડધા કરતાં વધારે કાગળો બળીને ખાખ ગયા હતા
આ ઘટના અંગે ટેલિફોનીક માહિતિ આપતા જણાવ્યું કે જૂની પંચાયત ઑફિસમાં લાઈટ કનેક્શન ઘણાં સમય પહેલેથી બંધ કરવામાં આવ્યું હતું પરંતુ આ અંગે તેઓને કોઈ જાણ ન હોય ટી.ડી.ઓ ટૂંકમાં જણાવ્યું હતું તેઓ આ ઘટના તળાજા પોલીસને ફરિયાદ આપી જણાવ્યું હતું. ૨૦૧૮ પહેલાંનું રેકર્ડ હતું.તેને નુકશાન થયું છે. જ્યાં આગ લાગી ત્યાં વીજ પ્રવાહનું કનેક્શન હતું. આથી શોર્ટ સર્કિટથી આગ લાગે તેવું કોઈ જ કારણ કહી શકાય નહિ.
આથી આગ લગાડવામાં આવી કે આકસ્મિક આગ લાગી છે તે અંગે ફરિયાદના પગલે તપાસકર્તા હેડ.કો. મહાવિરભાઈ ડાંગરએ જણાવ્યું હતું કે સ્થળ તપાસ સાથે આજે એફ.એસ. એલ અધિકારીએ પણ આગ લાગવાના કારણો તપાસવા માટે આવ્યા હતા. એફ.એસ.એલના રિપોર્ટ બાદ આગ લાગવાનું કારણ બહાર આવશે