દિયોદર બંધને લઈને અર્બુદા સેના દ્વારા અપાયેલા અલટીમેટમ ને લઈને દિયોદર ના વેપારીઓ દ્વારા મિશ્ર પ્રતિસાદ મળ્યો.

દિયોદર અર્બુદા સેના દ્વારા મહેસાણા દૂધ સાગર ડેરીના કથિત 800 કરોડ નું કોભાંડ મુદ્દે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી ના ACB દ્વારા થયેલ ધરપકડ મામલે મુક્ત કરવા, દિયોદર તાલુકાના અર્બુદા સેના રસ્તા ઉપર આવી હતી જયાં દિયોદર પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી સરકાર દ્વારા વિપુલ ચૌધરી ને છોડી મૂકવા માંગ કરાઇ છે. વિપુલ ચૌધરી ના સમર્થનમાં દિયોદર તાલુકાની અર્બુદા સેના દ્વારા આજે દિયોદર બંધને લઈને અલટીમેટમ આપવામા આવ્યું હતું જ્યાં આજે સમગ્ર દિયોદર ના વહેપારીઓ લોકોની વાત કરવામાં આવે તો લોકોએ વેપારીઓએ ધંધા રોજગાર ચાલુ રાખવા મિશ્ર પ્રતિસાદ આપ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક સ્થળે અર્બુદા સેના દ્વારા આવેદનપત્ર પાઠવી વિપુલ ચૌધરીને મુક્ત કરવા માંગ કરાઇ છે.જેમાં દિયોદર ખાતે પણ અર્બુદા સેના દ્વારા ગત દિવસે રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી અર્બુદા સેના દ્વારા 17 સપ્ટેમ્બરે શનિવારે દિયોદર બંધ નું એલાન કરાયું હતું . ત્યારે આજે દિયોદરની મુખ્ય બજાર સંપૂર્ણ પણે ધમધમતી જોવા મળી હતી. તો હાઇવે વિસ્તારોમાં ક્યાંક મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જેમાં દિયોદર ની બજારો ચાલુ રહી હતી જ્યાં બંધ ના સમર્થનમાં વેપારીઓ જોડાયા ના હતા . વહેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે વિપુલ ચૌધરી ઉપર 800 કરોડનાં કૌભાંડ નો આરોપ લાગેલો છે. જે માટે સરકાર અને તંત્ર કામ કરશે . જેને લઈને વેપારીઓ તેમના ધંધા રોજગાર રાબેતા મુજબ ચાલુ રાખી દિયોદર મુખ્ય બજાર સંપુર્ણ ધમધમતી જોવા મળી હતી . જ્યાં આજે બંધ ને લઈને મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.