પોલિયો વિરોધી રસી મુકાવો.બાળકને અપંગ થતુ બચાવો . દરેક બાળક – દરેક વખતે બે ટીંપા વનના ... શું તમે તમારા બાળક ને પોલિયોની લાચારીથી બચાવવા માંગો છો . જો હા , તો આગામી તાઃ -૧૮ / ૦૯ / ૨૦૨૨ ને ૨વીવારના દિવસે ૦ થી ૫ વર્ષના નાના પ્રત્યેક બાળકને પોલિયોના બે ટીંપા રસી બુથ પર અવશ્ય પીવડાવો સરકારશ્રી દવારા તા.૧૮–૯–૨૨ના રોજ પોલીયો રવિવારના રોજ અમરેલી શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં પોલીયોની રસીથી બાળકોને રક્ષીત કરવા માટે એક મહતવનો કાર્યક્રમ યોજાનાર છે . જેમાં લોકો તથા એન.જી.ઓ.ના સહકારથી અમરેલી સીટી તથા ગ્રામ્ય વિસ્તાર ના ૦ થી ૫ વર્ષના ૧૫૫૪૫ બાળકો ને એકી સાથે પોલિયો ની રસી પીવડાવવામાં આવશે આ કામગીરી ને સફળ બનાવવા માટે અમરેલી તાલુકામાં ૧૩૧ બુથ , કર્મચારી ૧૦૫ , આંગણવાડી કર્મચારી ૧૬૩ , આશા બહેનો ૧૨૯ , આશા ફેસેલીટટર ૧૩ , સ્વૈછીક કાર્યકરો ૬૯ , અને બીજા અને ત્રીજા દિવસે ૨૩૦ ટીમો દવારા ઘરે - ઘરે જઈ કામગીરી કરી અને આ ભગીરથ કાર્યમાં સફળ બનાવવા પુરેપુરો સાથ સહકાર આપવા નમ્ર વિનંતિ કરવામાં આવેલ છે . માન.જિલ્લા વિકાસ અધિકારીસાહેબ , માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ , જિલ્લા આર.સી.એચ.અધિકારી સાહેબના સીધ્ધા માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી – અમરેલીના રાહબર હેઠળ પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર , અર્બન હેલ્થ સેન્ટર – અમરેલી યુનીટ ૧ તથા ૨ ના તમામ સ્ટાફ રાધીકા નીંગ સ્કુલ , સરકારી ફીમેલ હેલ્થ વર્કર તાલીમ સ્કુલના તમામ સ્ટુડન્ટ તથા વોલેટરીઓની મદદથી આઈ.સી.ડી.એસ. વિભાગના તમામ સ્ટાફના સહકારથી આ કાર્યને સફળ બનાવવાના પ્રયતનો કરાઈ રહયા છે . ઉપરોકત આયોજનને સફળ બનાવવા આપના ૦ થી ૫ વર્ષના બાળકોને પોલીયોની રસી પીવડાવવા લઈ જશો શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં નજીકના બુથ અથવા નજીકના આંગણવાડી કેન્દ્ર સુધી બાળકોને પોલીયોની રસીથી રક્ષીત કરવા જાહેર જનતા તેમજ પદાધીકારીશ્રીઓનો સહકાર મળી રહે તેવી તાલુકા હેલ્થ ઓફીસરડો.શ્રી રાજીવકુમાર સિહા દવારા અપીલ કરવામાં આવે છે . પોલિયો બુથ સુધી તમે ચાલો તમારૂ બાળક આખી જીંદગી ચાલશે . રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા અમરેલી.