સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમરેઠ તાલુકામાં સરસ્વતી હાઇસ્કુલ, આર.બી.પટેલ હાઈસ્કુલ, રતનપુરા, સુંદલપુરા તથા ભાલેજ ખાતે રંગોળી સ્પર્ધાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ, જિલ્લા કિસાન મોરચા પ્રમુખ કેતનભાઈ પટેલ તથા જીલ્લા પંચાયત સભ્ય રમેશભાઈ ગામના સરપંચ વિનયભાઈ, ભાજપના હોદેદારો તથા તાલુકા સંયોજકો ઉપસ્થિત રહેલ હતા. જેમાં રંગોળીના મુખ્ય વિષય આઈ.એન.એસ., વિક્રાંત, વંદે ભારત ટ્રેન, રામ મંદિર, 370 કલમ, સી.એ.એ., સ્વચ્છતા અભિયાન, ઉજ્વલા યોજના, મોદી વર્લ્ડ લીડર, કોરોના વેક્સિન, સર્જીકલ સ્ટ્રાઈક, વગેરે વિષયો ઉપર સ્પર્ધા યોજાઈ હતી.

ઉમરેઠ નગર સંયોજક વિનયભાઈ ભટ્ટ, જેનીલ પટેલ તથા ઉમરેઠ તાલુકા ભાજપ પ્રમુખ વિમલભાઈ પટેલ, શહેર મહામંત્રી ધાર્મિક શુક્લ તથા કાઉન્સિલરો, ભાજપના હોદેદારો હજાર રહ્યા