વલસાડ તાલુકા ના કોસંબા ગામ ખાતે આવેલી વાંકી નદીના બ્રિજ પર થી કોસંબા ના પારધી ફળિયા ખાતે રહેતા જીતેન્દ્ર ભાઈ ટંડેલ પોતાની નાઈટ ડ્યુટી કરી પોતાના ઘરે પરત ફરી રહયો હતો તે દરમિયાન અચાનક બ્રિજના ઉપર જીતેન્દ્રભાઈને ચક્કર આવી જતા જીતેન્દ્રભાઈ વાંકી નદીમાં પડ્યા હતા નજીકમાં બોટમાં કામ કરી રહેલા સ્થાનિક લોકોની નજર પડતા સ્થાનિક લોકો દ્રારા નદીમાં ઝંપલાવી જીતેન્દ્રભાઈ ને નદી માંથી બહાર કાઢી તાત્કાલિક 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
વલસાડ કોસંબા વાંકી નદીના ખાડી બ્રિજ પરથી પસાર થતા એક શખ્સને ચક્કર આવતા ખાડીમાં પડ્યો, સ્થાનિકોએ જીવ બચાવ્યો

