વડોદરામાં રૂ.24 લાખમાં ખરીદેલી કાર ખરાબ નીકળતા ગ્રાહકનો અનોખો વિરોધ, ઢોલ-નગારા સાથે શો-રૂમ પાસે સરઘસ કાઢ્યુ

9 દિવસ પહેલા રૂપિયા 24 લાખમાં ખરીદેલી કાર ખરાબ નીકળતા કાર ખરીદનારે ઢોલ-નગારા સાથે કારને ગધેડા દ્વારા ખેંચાવી હતી. આ ઉપરાંત કાર પાછળ કાર કંપની વિરૂદ્ધ બેનર્સ લગાવી પ્રદર્શન કર્યું હતું. કાર ખરીદનારના આ અનોખા વિરોધે આકર્ષણ જમાવ્યું હતું. કારના શો-રૂમ દ્વારા યોગ્ય જવાબ ન આપતા કાર ખરીદનાર ગ્રાહકે કાર બનાવનાર કંપની સામે રોષ વ્યક્ત કર્યો હતો. કાર ખરીદનારના આ વિરોધને જોવા માટે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.