મોદીએ કહ્યું- નવા મહેમાનોને જોવા માટે આપણે થોડા મહિના ધીરજ રાખવી પડશે, PMએ કરી વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી
ભારતની 70 વર્ષની રાહ સમાપ્ત થઈ છે. વડાપ્રધાન મોદીએ આજે તેમના જન્મદિવસે ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા છે. નામીબિયાના આઠ ચિત્તાએ ભારતની ધરતી પર પગલાં માંડ્યા હતા. કુનો નેશનલ પાર્કમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોક્સ ખોલીને ત્રણ ચિત્તાને ક્વોરન્ટીન વાડામાં છોડ્યા હતા. અહીં વડાપ્રધાન માટે 10 ફૂટ ઊંચું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. આ પ્લેટફોર્મની નીચે પિંજરાંમાં ચિત્તાઓ હતા. પીએમએ લિવર દ્વારા બોક્સ ખોલ્યું હતુ અને ચિત્તાઓને કુનો નેશનલ પાર્કમાં છોડ્યા હતા. આ ચિત્તાઓને નામીબિયાથી ભારત લાવવામાં આવ્યા હતા.