કહેવાય છે કે પોલીસ પ્રજાનો મિત્ર હોય છે. પોલીસ રાત દિવસ જોયા વગર તેમજ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશ રાજ્ય કે શહેરના લોકોને જ પોતાનો પરિવાર માની તેમના રક્ષણ કાજે તહેવાર હોય કે સરકારી કોઈ રેલી હંમેશા ખડે પગે રહે છે. તેની આ શ્રેષ્ઠ કામગીરી બિરદાવા લાયક હોય છે.

ત્યારે વાત કરવામાં આવે વડોદરા શહેરની તો વડોદરા શહેરના કાર્યકાળ દરમિયાન સૌથી વધારે કોમ્યુનલી સીસીટીવી, વાડી પાણી ગેટ પોલીસ સ્ટેશનમાં તેમજ ફતેગંજ પોલીસ સ્ટેશનના થાણા અમલદાર તરીકે કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ જાળવણી કરનાર તેમજ અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફરજ બજાવનાર પીઆઇ કે પી પરમારને પોલીસ કમિશનર ડો. શમશેર સિંહ દ્વારા પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યું.

આઈ પી એસ પોલીસ કમિશનર શમશેરસિંહ દ્વારા પીઆઇ કે પી પરમારને પત્ર એનાયત કરવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં તેમજ કે પી પરમારના પરિવારમાં પણ હર્ષની લાગણી છવાઈ હતી. આ પ્રશંસા પત્ર એનાયત કરવા બદલ પોલીસનો જુસ્સો વધારવામાં આવ્યો હતો.