◆ બહુચર્ચિત બિલ્ડર હરીશ વણઝારા અને લુણાવાડાના મીનેન્દ્ર પગીના આમંત્રણમાં

◆ ગોધરા L.C.Bએ કાકણપુરના ફાર્મ હાઉસમાં ₹ ૫૦૦ ના દરની ડુપ્લીકેટ ચલણની નોટો તૈયાર કરી રહેલા અમદાવાદના બે ભેજાબાજો ને દબોચી લેતા ભારે ચકચાર મચી...

◆ ભેજાબાજ ચહેરાઓના અભરખાઓના દુષ્કૃત્યોમાં ભારતીય ચલણની બનાવટી નોટો ફરતી કરવાના અનેક ચોંકાવનારા કિસ્સાઓ અવાર નવાર બહાર આવતા હોય છે... ભારતીય અર્થતંત્રમાં ડુપ્લીકેટ ચલણની નોટો ફરતી કરીને કરોડપતિ બની જવાના ભેજાબાજ ચહેરાઓના અભરખાઓના દુષ્કૃત્યોમાં ભારતીય ચલણની બનાવટી નોટો ફરતી કરવાના અનેક ચોંકાવનારા કિસ્સાઓ અવાર નવાર બહાર આવતા હોય છે. કાંઈક આજ પ્રમાણે ગોધરા તાલુકાના કાંકણપુર ગામે ગોધરાના બહુચર્ચિત બિલ્ડર અને સરકારી કર્મચારી હરીશ ગોવિંદભાઈ વણઝારાના ફાર્મ હાઉસમાં અમદાવાદથી બોલાવવામાં આવેલા ભેજોબાજો લેપટોપ ઉપર ₹ ૫૦૦ના દરની ડુપ્લીકેટ નોટો તૈયાર કરીને બજારમાં ફરતી કરે આ પૂર્વે ગોધરા એલ.સી.બી.ની ટીમે છાપો મારીને ભારતીય ચલણની બનાવટી નોટો તૈયાર કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરતા ભારે ચકચાર પ્રસરી જવા પામી છે. જો કે મૂળ સૌરાષ્ટ્રના રહેવાસી અને અમદાવાદ ખાતે વૈભવી વિસ્તારમાં રહેતા અને કાકણપુર ખાતે ફાર્મ હાઉસ ના મકાનમાં લેપટોપ ઉપર ₹ ૫૦૦ના દરની ડુપ્લીકેટ ચલણ ની નોટો તૈયાર કરવામાં મશગુલ એવા ભેજાબાજ ચહેરાઓ અશોકગીરી પરસોત્તમ મેઘનાથી (ગોસ્વામી) અને દિવ્યેશ જયંતીભાઈ કુશકીયાને ગોધરા એલ.સી.બી. ટીમે રંગેહાથ ઝડપી પાડતા આ ભેજાબાજ ચહેરાઓને ડુપ્લીકેટ નોટો છાપવા માટે હરીશ વણઝારા અને લુણાવાડાના મીનેન્દ્ર પગીએ આમંત્રણ આપીને બોલાવ્યા હોવાના વટાણા વેરી દેતા ડુપ્લીકેટ નોટોના છાપકામના અનેક ગોરખધંધાઓ બહાર આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે. ગોધરા તાલુકાના કાંકણપુર ગામે પોતાના આર્થિક લાભ માટે ₹ ૫૦૦ના દરની નકલી ચલણી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું જેમાં ગોધરા તાલુકાના કાંકણપુર ગામે એક મકાનમાં ભારતીય ચલણમાં ચાલતી ₹ ૫૦૦ના દરની નકલી નોટો છાપવાનું કૌભાંડની બાતમી એલ.સી.બી.શાખાના પી.આઈ.જે.એન.પરમાર ને મળી હતી. એલ.સી.બી. શાખાની ટીમે નકલી નોટો છાપીને બજારમાં મૂકે તે પહેલાં જ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરી નકલી નોટો છાપવાના કૌભાંડમાં સંડોવાયેલા કુલ ચાર આરોપી પૈકી બે ની ધરપકડ કરી અને ₹ ૫૦૦ના દરની નકલી નોટો છાપવા માટે ઉપયોગમાં લેવાયેલ લેપટોપ પ્રિન્ટર નકલી નોટ છાપેલા કાગડો બટર પેપર કોરા કાગળ સહિત ₹ ૬૦,૪૫૭/- ના મુદ્દામાલ સાથે બે શખ્સોની અટકાયત કરી વધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર એલ.સી.બી. શાખાના એ.એસ.આઈ.નાદીરઅલી નિજામુદ્દીને પોતાની પોલીસ ફરીયાદમાં જણાવ્યા મુજબ ગોધરા તાલુકાના કાંકણપુર ગામે આવેલા એક ફાર્મના મકાનમાં (૧) અશોકગીરી પરસોત્તમગીરી મેઘનાથી (ગોસ્વામી) રહે.મન એકજ્યોટીકા મકાન નંબર. ૧૦૩ બોપલ અમદાવાદ મૂળ રહે. મોરૂકાગીરી તા.તાલાલા ગીરસોમનાથ, (૨) દિવ્યેશભાઈ જયંતીભાઈ કુશકિયા રહે. વેરાવળ બાયપાસ ચોકડી, સોલંકી ટાયરની પાછળ આશીર્વાદ સ્કૂલ રોડ, વેરાવળ ગીર સોમનાથ હાલ રહે. જીએનએફસી પાછળ, રંગીલા પાર્ક સોસાયટી, અમદાવાદ, (૩) હરીશભાઈ ગોવિંદભાઈ વણઝારા રહે. કાંકણપુર તા.ગોધરા અને (૪) મીનેન્દ્ર પગી રહે.લુણાવાડાના એકબીજા ભેગા મળીને નકલી નોટો છાપવાનું કૌભાંડ ચલાવી રહ્યાની બાતમી એલ.સી.બી.શાખાના પી.આઈ. જે.એન.પરમારને મળી હતી. જેથી એલ.સી.બી.શાખાના પી.એસ.આઈ. આઈ.એ.સીસોદીયા સહિત એલ.સી.બી.ટીમે ગોધરા તાલુકાના કાંકણપુર ગામે એક મકાનમાંથી ભારતીય ચલણમાં ચાલતી ભારતીય રિઝર્વ બેંકની ચલણી નોટો ₹ ૫૦૦ના દરની નોટો જેવી ચલણી નોટો બનાવી લેપટોપ પ્રિન્ટર બટર પેપર કોરા કાગળ કટર ફૂટપટ્ટી પેન્સિલ મોબાઇલ ફોન સહિતના સાધનો કુલ ₹ ૬૦,૪૫૭/-ના મુદ્દામાલ સાથે (૧) અશોકગીરી પરસોત્તમગીરી મેઘનાથી (ગોસ્વામી) અને દિવ્યેશભાઈ જયંતીભાઈ કુશકીયાઓની અટકાયત કરી હતી જ્યારે બે ઈસમો ત્યાં હાજર મળી આવ્યા ન હતા. આ સમગ્ર મામલે કાંકણપુર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધી પી.આઈ.એ.બી.ચૌધરીએ આગળ વધુ તપાસ હાથ ધરી છે.