ગોધરા : મુસ્લિમ સમાજ દ્વારા જસ્ટિસ ફોર કાસીમ હયાતના બેનરો સાથે કલેકટરને આવેદનપત્ર સુપ્રત....

◆ ગોધરા બી ડીવીઝન પોલીસ સ્ટેશનના એક વર્ષ પૂર્વ કસ્ટોલીયલ ડેથ પ્રકરણના મામલામાં...

◆ ગોધરા મુસ્લિમ સમાજ દ્વારા જસ્ટિસ ફોર કાસીમ હયાતના બેનરો સાથે કલેકટરને સુપ્રત કરેલા આવેદનપત્રમાં કાયદેસર કાર્યવાહી કરી ન્યાય આપોની માંગ....

ગોધરા બી ડિવિઝન પોલીસ મથકના લોકઅપમાં આજથી બરાબર એક વર્ષ પહેલા એટલે કે તા. ૧૬-૦૯-૨૦૨૧ના રોજ અટકાયતમાં રાખવામાં આવેલ કાસીમ અબ્દુલ્લા હયાત પોલીસ ટોર્ચરના અસહ્ય દર્દથી ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાના ચકચારભર્યા બનાવમાં પોલીસ તંત્રના આધા સચ આધા જુઠ જેવા તપાસો કરીને કાયદેસર કાર્યવાહીઓ હાથ ધરવાના આપેલા ઉચ્ચારણોમાં આજે એક વર્ષ પૂર્ણ થતા ગોધરાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા અંદાજે ૩૦૦ જેટલા પ્રજાજનોની હાજરી સાથે જસ્ટિસ ફોર કાસીમ હયાતના બેનરો અને સૂત્રોચ્ચાર સાથે પંચમહાલ કલેકટરને ઉદ્દેશીને સુપ્રત કરેલા આવેદનપત્રમાં ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના લોકઅપમાં કાસિમ હયાતના હોવાના ચકચારભર્યા બનાવમાં પોલીસ કસ્ટોડિયલ ડેથ પ્રકરણ એ ઈન લીગલ કસ્ટોડિયલ ડેથ હોય અટક કર્યાના તા. ૧૪ થી ૧૬મી સુધીના સી.સી.ટી.વી ફૂટેજો જનતા સમક્ષ રજૂ કરીને કસૂરવારો સામે કાયદેસર કાર્યવાહી કરોના અવાજને બુલંદ બનાવ્યો હતો. ગોધરાના મુસ્લિમ સમાજ દ્વારા જસ્ટિસ ફોર કાસીમ હયાતના પોસ્ટર બેનર સાથે એક રેલી યોજી પોલીસ વિરોધી સુત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા જ્યાં મુસ્લિમ સમાજના લોકો હઠાગ્રહ કર્યો હતો કે અમારે આવેદનપત્ર જિલ્લા કલેકટરને આપવું છે પરંતુ જિલ્લા કલેકટર હાજર ન હોવાના કારણે જિલ્લા અધિક કલેકટરને આવેદનપત્ર આપવા માટે પોલીસ તંત્ર દ્વારા કહેવામાં આવ્યું હતું પરંતુ મુસ્લિમ સમાજના લોકો પોતાની જીદ પર મક્કમ રહ્યા હતા ત્યારબાદ તેઓને કલેકટર પી.એ. પાસે ગયા જ્યાં તેમણે સમજાવવામાં આવ્યું હતું કે કલેક્ટર સાહેબ મિટિંગમાં છે ત્યારે મુસ્લિમ સમાજના લોકો કહેવા લાગ્યા કે કલેક્ટર સાહેબ જ્યારે આવે ત્યારે અમે આવેદનપત્ર આપીશું નહિતર ધારણા ઉપર કચેરીમાં બેસી જશું લાંબી રકઝક બાદ પોલીસતંત્રની સમજાવટ બાદ મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું ત્યારે તેમના પરિવારના લોકોએ જણાવ્યું હતું કે મારો ભાઈ કાસીમ હયાતનું કસ્ટડીમાં મરણ થયું હતું તેના ન્યાય માટે જે તે સમયે માંગ કરી હતી ત્યારે પોલીસ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી હતી પરંતુ આજે એક વર્ષ થઈ ગયું પણ હજી સુધી અમને ન્યાય મળ્યો નથી જેના કારણે આજરોજ મુસ્લિમ સમાજના આગેવાનોની હાજરીમાં જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી અમને ન્યાય મળે તે માટે રજુઆત કરવામાં આવી હતી.