જેતપુર બાયપાસ રોડ પર સ્ટ્રીટ લાઈટોનાં કનેક્શન કાપવામાં આવ્યા..
જેતપુર તત્કાલ ચોકડી તેમજ જેતલસર હાઈવે રોડ પરની સ્ટ્રીટ લાઈટ નું બીલ ભરવામાં ન આવતાં પીજીવીસીએલ કચેરીએ વીજ જોડાણ કાપી નાખ્યું.
વાહનચાલકો પાસેથી આકરાં ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવતો હોય છે ત્યારે અંધારપટ છવાતાં અકસ્માત સર્જાશે તો જવાબદારી કોની રહેશે..?.
જેતપુર શહેર પાસેથી પસાર થતાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટ અને હાઈ માસ્ટ ટાવર નું જેતપુર પીજીવીસીએલ કચેરી નું વીજજોડાણ મેળવેલું છે ત્યારે સમયમર્યાદામાં બીલ ભરવામાં ન આવતાં પીજીવીસીએલ કચેરીએ વીજજોડાણ કાપી નાખવામાં આવ્યું છે.
હાઈવે ઓથોરિટી દ્વારા વાહનચાલકો પાસેથી આકરો ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવે છે ત્યારે આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં બેદરકારી દાખવવામાં આવતાં વાહનચાલકો માં રોષ ફેલાયો છે. સાંજના સમયે અંધારપટ થઈ જતો હોય છે ત્યારે આકસ્મિક ઘટના બને અને કોઈ નિર્દોષ વાહનચાલકો ઈજાગ્રસ્ત કે મોત થવાની ઘટના બનશે તો જવાબદારી કોની રહેશે.
હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વીજબિલ ની મામુલી રકમ ઈરાદાપૂર્વક નોટિસ આપ્યાં પછી પણ ભરવામાં આવી નથી ત્યારે અન્ય રોડ રસ્તા ની કેવી કફોડી સ્થિતિ હશે.
પાછલા કેટલાક સમયથી હાઇવે ઓથોરિટી દ્વારા મામૂલી રકમનું વિજ ભરવામાં ન આવતા પીજીવીસીએલ કચેરી એ લાલ આંખ કરી છે. આ કડક કાર્યવાહી અંતર્ગત જેતપુર તાલુકા પીજીવીસીએલ દ્વારા જેતલસર હાઇવે ઓથોરિટી દ્વારા વારંવાર નોટિસ ફટકારી હોવા છતાં રૂ. 71852 ભરવામાં નો આવતા વીજ જોડાણ કાપવામાં આવ્યું હતું જ્યારે તત્કાલ ચોકડી નજીકનો વિસ્તાર નવાગઢ પીજીવીસીએલ વિભાગમાં આવતું હોઈ તેમની વીજ બિલ રકમ 6978 મળી કુલ 98090 ભરવામાં નાં આવતા જેતપુર પીજીવીસીએલ કચેરી દ્વારા કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું
હાઇવે પરની સ્ટ્રીટ લાઈટોનું વીજ કનેક્શન કપાતા ઘોર અંધારપટ છવાઇ જવા પામ્યો છે. જેથી વાહન ચાલકો તેમજ જેતપુર શહેરીજનોને હવે શહેરમાં રાત્રી દરમિયાન અંધારપટનો સામનો કરવાની નોબત આવી છે.