એક તરફ ગુજરાત સરકાર દ્વારા ”સૌ ભણે સૌ આગળ વધે” તેવા સૂત્ર સાથે દર વર્ષે શાળા પ્રવેશોત્સવ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે અને ઉચ્ચ ગુણવત્તાવાળા શિક્ષણની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ત્યારે બીજી તરફ ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાની ઔરંગપુરા ગામની મુખ્ય પ્રાથમિક શાળા જર્જરિત સ્થિતિમાં જોવા મળી રહી છે અને ગરીબ પરિવારના બાળકો આવી શાળામાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે.
ઠાસરા તાલુકાના ઔરંગપુરા ગામમાં આવેલ પ્રાથમિક શાળા હાલ જર્જરિત હાલતમાં છે આ શાળામાં કુલ 8 વર્ગો છે જેમાંથી 5 વર્ગો જર્જરિત હાલતમાં છે વર્ગોના છાપરા, બારી બારણાં તૂટેલી હાલતમાં છે અને ફ્લોરિંગ પણ ઉખડી ગયેલી સ્થિતિમાં છે આ શાળાનું નિર્માણ 1961 ની સાલમાં થઇ હતી જે હાલ 2014 થી જર્જરિત હાલતમાં છે આ શાળામાં આશરે 165 જેટલાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને 7 શિક્ષકો છે.પરંતુ આ શાળા એટલી જર્જરિત હાલતમાં છે કે ગમે ત્યારે ધરાશાયી થઇ શકે છે આ શાળાનું ભોયતળિયું તૂટી ગયું છે અને ફ્લોરિંગ પણ ઉખડી ગયેલું છે જેના કારણે સાપ, વીંછી જેવા ઝેરીજીવજંતુઓ ફર્યા કરે છે જેનાથી વિદ્યાર્થીઓને જીવનું ઝોખમ પણ રહેલું છે આ બાબતે અનેકવાર જિલ્લાના શિક્ષણ વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી છે તે છતાં પણ "જૈસે થે" ની પરસ્થિતિ છે શાળામાં ઓરડાની ઘટના કારણે ધોરણ 1 અને 2 એમ બે બે વર્ગોના વિધાર્થીઓને ભેગા બેસીને અભ્યાસ કરવો પડે છે આ શાળામાં ઓરડાઓની ઘટ હોવાના કારણે હાલ તો રદ્દ થયેલ ઓરડાની બહાર બાળકોને બેસાડવામાં આવે છે ત્યાં પણ ”બાળકોના માથે જોખમ” એટલે કે પિલ્લર જર્જરિત હાલતમાં છે જે ગમે ત્યારે તૂટી પડે તેમ છે.તેમ છતાં તંત્ર દ્વારા જર્જરિત ઓરડાઓને તોડી પાડીને નવીન બનાવવામાં આવતા નથી.જેથી શાળાના આચાર્ય તેમજ વાલીઓની માંગ છે કે વહેલી તકે શાળાના જર્જરિત ઓરડા તોડી પાડીને નવીન ઓરડા બાંધવામાં આવે જેથી બાળકોનો જીવ જોખમાય નહિ અને ”બાળકો ભય મુક્ત” અભ્યાસ કરી શકે.
રિપોર્ટ : રિઝવાન દરિયાઈ (ખેડા: ગળતેશ્વર .ઠાસરા )