ધમણાચા ગામની સિમ વિસ્તારોમાં આવેલા ખેતરની ઓરડીમાં મુકેલી ખાતરની થેળીઓની ચોરી કરી આરોપી થયા ફરાર

મળતી માહિતી અનુસાર આ કામના ફરિયાદીને નયનભાઈ જયંતીભાઈ પટેલ જેઓ ધમણાચા ગામના રહેવાસી છે અને તેઓનું ખેતર ધમણાચા ગામની સીમ વિસ્તારમાં આવેલું છે જે સીમ વિસ્તારમાં બનાવેલી ઓરડીમાં તેઓએ ખાતરની 25 કિલોની 10 થેલીઓ મૂકેલી હતી જેમાં એક થેલી ની કિંમત 1050 લેખે 10 થેલી ના 10.500 તથા બેટરી સાથેનું સોલાર ફેન્સ ગાર્ડ કંપનીનું ઝટકા મશીન કિંમત 7.200 તથા પાણી ભરવાનું ડ્રમ કિંમત રૂપિયા 500 મળીને કુલ 18.200 ના મુદ્દામાલની કોઈ અજાણ્યો ચોર ઈસમ ફરિયાદીના માલિકી વાળા ખેતરમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને ઓરડીના દરવાજાનો નકૂચો તોડી ને ચોરી કરીને ફરાર થયો હોવાની ઘટના બની હોવાનું જાણવા મળેલ છે ખેતરમાં ઓરડી ચોર થતા ફરિયાદી નયનભાઈ જયંતીભાઈ પટેલે આમલેથા પોલીસ મથકે ચોરી અંગે ફરિયાદ નોંધાવી છે સદર ઘટનાની જાણ આમલેથા પોલીસને થતાં આમલેથા પોલીસ સ્ટાફના માણસો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને કાયદેસર ગુનો દાખલ કરીને ચોર ઇસમોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે