હળવદ તાલુકાના મામલદાર ખાતે આશા વર્કર બહેનો દ્વારા અધિકારી લેખિત આવેદનપત્ર આપી એમની વિવિધ પડતર માંગણીઓને લઈને મામલદાર સૂત્રોચ્ચાર સાથે નારા બોલાવ્યા હતા. જેમાં કોરોનાકાળમા રાત દિવસ ઘરે ઘરે ફરીને ડોઝ આપવાના હોય કે કોઈપણ સરકારી પ્રોગ્રામ હોય તો આશાવર્કર બહેનોને જ બધી જવાબદારી સોંપવામાં આવે છે. જ્યારે એમનાં પડતર પ્રશ્નો બાબતે વારંવાર રજૂઆત કરી છતાં પણ સરકારમાં કોઈ સંભાળ્યું નથી એવો બહેનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો.
આવેદનપત્રમાં વિવિધ માંગણી બાબતે રજુઆત કરવામાં આવી હતી. જેમા લઘુતમ વેતન મુજબ ફિક્સ પગાર 180 દિવસે વેતન મેટરરીટી લીવ, સહિતની માંગણીઓ ઈન્સેટીવ પ્રથા બંધ કરો, ફિકસ પગાર કરી આપવો, તેમજ આશાવર્કર બહેનો દ્વારા આરોગ્ય વિભાગમાં ડીલેવરી, કુટુંબ નિયોજન, ઓપરેશન કેમ્પો, મમતા દિવસ, મેલેરીયા તેમજ કોરોના સહિતની કામગીરી પણ આશા વર્કર બહેનો દ્વારા કરવામાં આવે છે. તેમજ નોકરી દરમિયાન કામના કલાકો કાર્યક્ષેત્ર નક્કી કરવા, એપીએલ અને બીપીએલનો ભેદભાવ પાડવા આવે છે. તે બંધ કરીને સમાન વેતન ચુકવવું જોઈએ અને માંગ નહિ સ્વીકારે તો ગાંધીનગર ખાતે રેલી યોજી હડતાલ પર ઉતરવાની ચિમકી ઉચ્ચારવામા આવી હતી.
રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ